મોદી મંત્રીમંડળમાં નહીં જોડાય JDU! નીતિશ કુમારે કરી જાહેરાત

જેડીયુનું કહેવું છે કે તેમને મંત્રીમંડળમાં બે સીટની અપેક્ષા રાખી રહ્યો હતો જોકે, પક્ષને એક જ બેઠક મળતા અસમંજસમાં છે.

News18 Gujarati
Updated: May 30, 2019, 6:21 PM IST
મોદી મંત્રીમંડળમાં નહીં જોડાય JDU! નીતિશ કુમારે કરી જાહેરાત
બિહારની મુખ્યમંત્રી નીતિશ કુમારની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: May 30, 2019, 6:21 PM IST
 

મોદી સરકાર-2માં મંત્રી મંડળમાં જનતા દળ યુનાઇટેડના સાંસદની શપથવિધી થશે કે નહીં તેના અંગે ભારે સસ્પેન્સ છવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેડીયુના કોઈ સાંસદ મંત્રીમંડળમાં ન જોડાય તેવી શક્યતા છે. પક્ષની માંગણી અને અપેક્ષા એવી હતી કે તેમના બે સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળે. જોકે, સંક્લનમાંથી એક જ નામ માંગવામાં આવતા પક્ષ અસમંજસમાં છે.

આરસીપી સિંહ અને લલ્લનસિંહ રેસમાં આગળ

હકીકતમાં પહેલાં જેડીયુએ રાજ્યસભાના સાંસદ આરસીપી સિંહનું નામ નક્કી કર્યુ હતું જે કુર્મી સમુદાયના છે. આ સ્થિતીમાં પછાત જ્ઞાતિઓ નારાજ થાય તેવી વકી છે. આ ચૂંટણીમાં બિહારમાં જેડીયુની ટિકિટ પર પછાત જ્ઞાતિના ઘણા સાંસદો ચૂંટાયા છે. બીજુ નામ લલ્લનસિંહનું હતું જે નીતિશના ખાસ છે અને ભૂમિહાર છે. આ સ્થિતીમાં પક્ષ અને નીતિશ કુમાર નથી ઇચ્છતા કે બિહારની પ્રજા વચ્ચે ખોટો સંદેશ જાય કે જેડીયુ ફક્ત સવર્ણોને જ પ્રમોટ કરી રહ્યો છે.

આ પણ વાંચો :   મણિપુર : કોંગ્રેસના 12 ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી આપ્યું રાજીનામુ

મંત્રી મંડળ વિશે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે તે સરકારમાં વધારે પદની અપેક્ષા રાખી રહેલી જેડીયુને એક જ બેઠક મળતા હવે જેડીયુએ સરકારમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે. બિહારમાંથી જેડીયુને એક જ બેઠક મળતા નીતિશ કુમાર નારાજ છે.
Loading...

જોકે, જેડીયુનો મત અલગ છે. જેડીયુના મતે પંજાબમાં બે બેઠક જીતનાર અકાલી દળને જો 1 મંત્રી પદ મળ્યું હોય તો બિહારમાં 16 બેઠક જીતનારી જેડીયુને મંત્રીમંડળમાં વધારે સીટ મળવી જોઈતી હતી.

દરમિયાન આજે મોદી મંત્રી મંડળની શપથવિધી થશે. સાંજે યોજાનારી શપથવિધીમાં દેશ વિદેશના મહેમાનો જોડાશે. ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને મંત્રી મંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીતેલા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમિત શાહને મંત્રી મંડળમાં સ્થાન અપાતા નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ અંગે પણ અનેક અટકળો વહેતી થઈ છે.

 
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...