Home /News /national-international /'સત્તામાં આવવું છે તો નીતીશ કુમારને PM પદના ઉમેદવાર જાહેર કરવા પડશે'

'સત્તામાં આવવું છે તો નીતીશ કુમારને PM પદના ઉમેદવાર જાહેર કરવા પડશે'

  જનતા દળ યુનાઇટેડના એમએલસી રસૂલ બલિયાવીએ કહ્યું કે 23 મે બાદ એનડીએને બહુમત નહીં મળે અને જો તેઓ સરકાર બનાવવા ઇચ્છે છે તો તેણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જનતા સમક્ષ રજૂ કરવા પડશે.

  બલિયાવી જેડીયુમાં એક જાણીતા મુસ્લિમ નેતા છે. તેઓએ ન્યૂઝ 18 બિહારને જણાવ્યું કે એનડીએને રાજ્યમાં મુખ્યમંત્રી નીતીશ કુમારને કારણે મત મળી રહ્યાં છે, ન કે પીએમ મોદીને કારણે.

  અહીં ક્લિક કરી વાંચોઃ જલસા કરો'ને; તમે પાસ થઇ ગયા'ને બસ એટલે એન્જિનિયર બની જ ગયા સમજો !!

  નેતાના નિવેદન બાદ નીતીશ કુમારને પીએમ બનાવવા પર ચર્ચા ફરીથી છેડાઇ ચે. ફેબ્રુઆરીમાં જેડીયુના પ્રશાંત કિશોરે કહ્યું હતું કે મોદી ફરી પીએમ બનશે અને ભલે નીતીશ કુમાર એનડીએમાં એક મોટા નેતા છે પરંતુ તેઓને આ પદના દાવેદાવ ગણવા યોગ્ય નથી.

  એ વાત સાચી કે જે બિહાર જેવા મોટા રાજ્યની સત્તા પર 15 વર્ષથી છે, તેમનું કદ મોટું જ હોવું જોઇએ પરંતુ તેને પીએમ પદના દાવેદાર માનવા યોગ્ય નથી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Lok sabha election 2019, Nitish Kumar, વડાપ્રધાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन