ગયાના જનતા દળ(યુ) પક્ષના જિલ્લા અધ્યક્ષ અભય કુશવાહના ઘરે કોઇએ રાખેલા ગિફ્ટ પેકેટના ખોલતાં ધમાકેદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતાં સારવાર માટે લઇ જવાયેલ છે.

ગયા # ગયાના જનતા દળ(યુ) પક્ષના જિલ્લા અધ્યક્ષ અભય કુશવાહના ઘરે કોઇએ રાખેલા ગિફ્ટ પેકેટના ખોલતાં ધમાકેદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતાં સારવાર માટે લઇ જવાયેલ છે.
વિસ્ફોટની આ ઘટના અભય કુશવાહના ઘરે ઘટી હતી. જિલ્લા અધ્યક્ષ અભય કુશવાહ ઘરે હાજર ન હતા. પરીવારજનોના જણાવ્યા અનુસાર સવારે કોઇ વ્યક્તિ ચૂપકીદીથી ગિફ્ટ પેકેટ મુકી ગયું હતું. અભય કુશવાહ ઘરે હાજર ન હોવાથી પરિવારજનોએ આ ગિફ્ટ પેકેટ ખોલ્યું હતું અને વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું તો અન્ય એકને ગંભીર ઇજાઓ થવા પામી હતી.
પરિવારજનોના માનવા મુજબ આ કોઇ રાજકીય કાવાદાવાના કારણોસર અભય કુશવાહની હત્યા કરવા માટેનું કાવતરૂ હોઇ શકે છે. જોકે તેઓ ઘરે હાજર ન હોવાથી તેમનો બચાવ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર