BJP-JDUનું ભંગાણ? ઝારખંડમાં JDU એકલા હાથે ચૂંટણી લડશે

ઝારખંડના જેડીયુના પ્રદેશ પ્રમુખની જાહેરાત સામે ભાજપનો વાંધો, જેડીયુ તમામ 81 બેઠકો એકલાહાથે લડી લેવાના મૂડમાં

News18 Gujarati
Updated: June 5, 2019, 6:48 PM IST
BJP-JDUનું ભંગાણ? ઝારખંડમાં JDU એકલા હાથે ચૂંટણી લડશે
નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 5, 2019, 6:48 PM IST
મનોજ કુમાર, ઝારખંડ : મોદી સરકાર 2.0માં પ્રતિકાત્મક મંત્રી પદ મળવાથી નારાજ જનતા દળ યુનાઇટેડ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. પહેલાં બિહારના મંત્રી મંડળમાં ભાજપના એક પણ ધારાસભ્યને સ્થાન ન આપ્યા બાદ હવે જેડીયુએ ઝારખંડમાં આગામી વિધાસભાની ચૂંટણી એકલાહાથે લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ઝારખંડ જેડીયુના અધ્યક્ષ સાલખન મુર્મૂએ જમશેદપુરમાં યોજાયેલા કાર્યકર્તા સમ્મેલનમાં જાહેરાત કરી કે પાર્ટી રાજ્યમાં તમામ 81 બેઠકો પર એકલાહાથે ચૂંટણી લડશે. તેમણે ફક્ત ચૂંટણી લડવાનો જ નહીં પરંતુ સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો.

આ પણ વાંચો: ઈદના અવસરે પાકિસ્તાનની મોટી જાહેરાત, ભારત સામે લંબાવ્યો દોસ્તીનો હાથ

સ્થાયી સરકાર

લોકસભાની ચૂંટણી બાદ મોટા મોટા ક્ષેત્રીય દળો પર સંકટના વાદળો ઘેરાયા છે. નિષ્ણાતોના મતે કોઈ ઝારખંડના જેડીયુ પ્રમુખના આ દાવાને સમજદાર દાવો ગણાવી રહ્યાં છે તો કોઈ તેને ચિંતાજનક ગણાવી રહ્યું છે. ભાજપના પ્રદેશ પ્રવક્તાના મતે ભાજપ ગઠબંધન ધર્મનું પૂર્ણપણે પાલન કરી રહ્યું છે. બહુમતી મળવા છતાં સહયોગીઓને સન્માન આપી રહ્યું છે. આ સ્થિતીમાં આ પ્રકારના નિવેદનો આપવા યોગ્ય નથી. જ્યારે રાજકીય નિષ્ણાતોના મતે રાજ્ય અને દેશની જનતા સ્થિર સરકાર ઇચ્છે છે. એટલે જ પ્રજાએ ફક્ત બે બાજુ જ મત નાંખ્યા છે.

આ પણ વાંચો: ઈદના સમારોહમાં મમતાની ભાજપને ચેતાવણી, હમ સે જો ટકરાયેગા ચુર-ચુર હો જાયેગા

ઇફ્તારની નારાજગી
Loading...

ઝારખંડ જેડીયુના પ્રદેશ પ્રમુખનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બિહારમાં મુખ્યમંત્રી વિપક્ષીદળોની ઇફ્તાર પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. સહયોગી ભાજપ સાથેના સંબંધોમાં ખટાશ હોવાની વિગતો બહાર આવી રહી છે. બહુમતીથી દૂર રહેનારી અને ઝારખંડમાં નબળા પક્ષ તરીકે ઉભરી રહેલી જેડીયુના આ પ્રકારના નિવેદનોનો પરીપ્રેક્ષ્ય જુદો હોવાનો નિષ્ણાતો કયાસ લગાડી રહ્યાં છે. નિષ્ણાતોના મતે આ પ્રકારના નિવેદનો ભાજપ પર દબાણ સર્જવાનો પ્રયાસ હોઈ શકે છે.
First published: June 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...