કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગશે ? ફરી ચૂંટણીના એંધાણ !

News18 Gujarati
Updated: June 21, 2019, 3:32 PM IST
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગશે ? ફરી ચૂંટણીના એંધાણ !
કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યુલર ચીફ એચડી દેવગૌડાએ સંકેત આપ્યા

કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યુલર ચીફ એચડી દેવગૌડાએ સંકેત આપ્યા

  • Share this:
કર્ણાટકમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન અને જનતા દળ સેક્યુલર ચીફ એચડી દેવગૌડાએ સંકેત આપ્યા છે કે કર્ણાટકમાં ગમે ત્યારે વચગાળાની ચૂંટણી યોજાઇ શકે છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ ભલે કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કરી રહી છે, પરંતુ તેનું વર્તન સરકાર પ્રત્યે યોગ્ય નથી.

દેવગૌડાએ કહ્યું કે મેં ક્યારેય નથી કહ્યું કે કોંગ્રેસની સાથે ગઠબંધન થાય, હું હંમેશાથી કહતો આવ્યો છું કે કોંગ્રેસ નેતા અમારી પાસે આવ્યા અને કહ્યું કે તમારો પુત્ર મુખ્યમંત્ર બનશે, એ સમયે હું એ જાણતો ન હતો કે તેમના તમામ નેતાઓ વચ્ચે સહમતી છે કે નથી લોકસભા ચૂંટણી બાદ લાગી રહ્યું છે કે કોંગ્રેસે પોતાના શક્તિ ગુમાવી દીધી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ 85-વર્ષનાં પૂર્વ વડાપ્રધાન દેવગોડાએ કર્યા યોગ, ફિટનેસ જોઇ ચોંકી જશો

દેવગૌડાએ કહ્યું કે અમારા તરફથી ગઠબંધનને કોઇપણ પ્રકારનો ખતરો નથી, સરકાર હવે વધુ સમય ટકી શકશે નહીં, કર્ણાટકમાં સરકાર ચલાવવી કુમારસ્વામીના હાથમાં નથી, અમે કેબિનેટમાં પોતાની એક જગ્યા હતી જે તેઓને આપી દીધી. કોંગ્રેસ અમે જે કહ્યું તે અમે કર્યું. દેવગૌડાએ કહ્યું કે તેઓ હંમેશા કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી જોવા માગે છે. જ્યારે ગઠબંધનની વાત થઇ ત્યારે મે આજ પ્રસ્તાવ રાખ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કર્ણાટકમાં ચૂંટણી થઇ જેમાં 224 વિધાનસભા સીટમાં કોઇપણ પાર્ટીને પૂર્ણ બહુમતી મળી ન હતી, ચૂંટણીમાં ભલે ભાજપ સૌથી મોટી પાર્ટી હતી, પરંતુ તેમને 104 સીટ મળી, તો કોંગ્રેસને 80 અને જેડીએસને 37 સીટ મળી હતી. આથી અહીં ગઠબંધન સરકાર છે.
First published: June 21, 2019, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading