Home /News /national-international /Analysis: શું યુપીમાં સપા-બસપાને ડરાવવા માટે કર્ણાટકમાં રાજકીય ચાલ રમી રહી છે BJP

Analysis: શું યુપીમાં સપા-બસપાને ડરાવવા માટે કર્ણાટકમાં રાજકીય ચાલ રમી રહી છે BJP

બીજેપી માટે 15 ધારાસભ્યો તોડવા અને પોતાની તરફ લાવવાનું સરળ નહી હોય, પરંતુ બીજેપી એક રમત રમવાની કોશિસ કરી રહી છે કે...

બીજેપી માટે 15 ધારાસભ્યો તોડવા અને પોતાની તરફ લાવવાનું સરળ નહી હોય, પરંતુ બીજેપી એક રમત રમવાની કોશિસ કરી રહી છે કે...

કર્ણાટકમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજનૈતિક ઘટનાક્રમમાં જ્યાં બીજેપી અને કોંગ્રેસ-જેડીએસ એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે કે બંને પાર્ટીઓ એક બીજાના ધારાસભ્યો તોડવાની કોશિસ કરી રહી છે, હવે નવા ઘટનાક્રમમાં બીજેપીનો ગેમ પ્લાન સરકાર પાડવાનો નથી લાગતો. રાજનૈતિક જાણકારો અનુસાર, પી આશા કરી રહી છે કે, આ રીતના સમાચારથી ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ગઠબંધનોને સંદેશો પહોંચાડી શકાશે.

સૂત્રોનું કહેવું છે કે, બીજેપી લોકસભા ચૂંટણી પહેલા એક વખત સરકાર પાડવાની કોશિસ કરી રહી છે, પરંતુ રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, આની પાછલ પાર્ટીનો ઈરાદો કઈંક અલગ છે અને આ પાર્ટીને બીજી રીતે ફાયદો પહોંચાડશે. આ નો સૌથી મોટો આધાર એ છે કે, 15 ધારાસભ્યોનું સમર્થન મેળવું સરળ નથી. તેના માટે રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, બીજેપી કર્ણાટકમાં સંવિધાનિક સંકટ પેદા કરવા ઈચ્છી રહી છે, જેથી રાજ્યપાલ શાસન લાગુ કરાવી શકાય.

બેંગ્લોરમાં આજનો દિવસ પણ બાકીના દિવસોની જેમ થોડો અલગ હતો. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી દેવગોડા મકર સંક્રાંતિના દિવસે પોતાના બંગલા પર હતા. તેમના મિત્રો અને બીજા સંબંધીઓ તેમને મકર સંક્રાંતિની શુભકામના પાઠવી રહ્યા હતા.

ન્યૂઝ 18ની ટીમ ત્યાં હાજર હતી. ન્યૂઝ 18 દ્વારા જ્યારે પુછવામાં આવ્યું કે, બીજેપી મકર સંક્રાંતિ બાદ કર્ણાટકમાં બીજેપી જેડીએસ સરકાર પાડી શકે છે તો તેમણે એક હાસ્યાસ્પદ ચહેરા સાથે તે વાતને ફગાવી દીધી. તેમણે કહ્યું કે, આ પહેલી વખત નથી થઈ રહ્યું. તેમને પોતાની કોશિસ કરવા દો. યેદીયુરપ્પા પાવર માટે પરેશાન છે, પરંતુ તેમને સફળતા નહી મળે.

કોંગ્રેસ દ્વારા બીજેપી પર પૈસાથી એમએલએ ખરીદવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તે મુદ્દે પૂછવામાં આવ્યું તો, તેમણે કહ્યું કે, બીજેપી કોંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપવામાં લાગેલી છે. તેમણે કહ્યું કે, મને બતાવવામાં આવ્યું છે કે, તે લોકોએ ધારાસભ્યોને ઘણા પૈસા આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. લોકતંત્રમાં આવી વસ્તુઓ માટે કોઈ જગ્યા નથી. કોંગ્રેસના ચાર ધારાસભ્યો ગાયબ થતા તે ચિંતિત છે અને ડેમેજ કંટ્રોલના મોડ પર આવી ગઈ છે.

બીજેપીના સૂત્રો અનુસાર, એક ધારાસભ્યને છોડી બાકી તમામ કોંગ્રેસના છે. આ વચ્ચે બીજેપીના કુલ 104 ધારાસભ્યોમાંથી 99 ધારાસભ્ય ગુરૂગ્રામના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, જેથી કોંગ્રેસ અથવા જેડીએસ તેમને તોડી ના શકે.

બીજેપી માટે 15 ધારાસભ્યો તોડવા અને પોતાની તરફ લાવવાનું સરળ નહી હોય, પરંતુ બીજેપી એક રમત રમવાની કોશિસ કરી રહી છે કે, કદાચ તેને જરૂરી સંખ્યા સુધી પહોંચાડી શકાય. રાજનૈતિક જાણકારો અનુસાર, બીજેપી જાણીજોઈને કર્ણાટકમાં રાજનૈતિક સંકટ ઉભુ કરવા માંગે છે જેથી બીજેપી સરકાર ન પણ બને તો લોકસભા ચૂંટણી સુધી રાજ્યપાલ શાસન લાગુ કરાવવા માટે રસ્તો બનાવી શકાય.

તેથી એ જરૂરી નથી કે, યેદીયુરપ્પાને સીએમ બનાવવાનો જ બીજેપીનો ઉદ્દેશ્ય હોય. બીજેપી માટે હાલમાં સરકાર બનાવવું એટલું જરૂરી નથી, જેટલું જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનવાળી સરકારને પાડવાનું. સાથે સરકાર પાડી બીજેપી એવો સંદેશો પણ આપવાની કોશિસ કરશે કે, જો જનતાએ યૂપીમાં સપા-બસપા ગઠબંધનને વોટ આપ્યો તો તેમની પણ આવી જ હાલત થશે. આ તમામ કવાયદમાં બીજેપીને ફાયદો થઈ શકે છે.
First published:

Tags: After, JDS, Making, Strategy, કોંગ્રેસ, ડર, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો