Video : જવાનોએ 'જિંગલ બેલ' ગાઈને LoC પર ક્રિસમસ ઉજવી

બરફથી ઢંકાયેલા હેલિપેડ પર 40થી વધુ જવાનોએ જિંગલ બેલ ગાઈ ક્રિસમસની ઉજવણી કરી, જુઓ વીડિયો

બરફથી ઢંકાયેલા હેલિપેડ પર 40થી વધુ જવાનોએ જિંગલ બેલ ગાઈ ક્રિસમસની ઉજવણી કરી, જુઓ વીડિયો

  • Share this:
    શ્રીનગર/નવી દિલ્હી : દેશભરમાં 25 ડિસેમ્બરે ક્રિસમસ (Christmas)ની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી રહી છે. સરહદ પર સેનાના જવાનો (Indian Army)એ પણ ક્રિસમસની ઉજવણી કરી. સેના તરફથી જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાશ્મીરમાં એલઓસી (Line of Control)ની પાસે બરફથી ઢંકાયેલા વિસ્તારમાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. જવાનો જિંગલ બેલ ગાતા-ગાતાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે.

    વીડિયોમાં જોઈ શકાય છે કે LoC પર તૈનાત જવાન જિંગલ બેલ ગીત ગાઈ રહ્યા છે અને નાચતાં-ગાતાં ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન એક જવાને સેન્ટા ક્લોઝનો ડ્રેસ પહેરેલો છે. એટલું જ નહીં જવાનોએ બરફનો સેન્ટા પણ બનાવ્યો છે. એક જવાન જિંગલ બેલની ટ્યૂન પર ગિટાર પણ વગાડી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, લાઇન ઑફ કન્ટ્રોલ પર હાલમાં ઠંડીનો પારા ઘણો ઓછો રહે છે અને બરફથી ઢંકાયેલા પહાડોમાં સેનાના જવાન દેશની રક્ષા કરે છે. બરફમાં દેશની રક્ષા કરતી વખતે જવાનોને ઠંડી અને બરફવર્ષોનો સામનો કરવો પડે છે. આવી કપરી સ્થિતિમાં પણ જવાનો તહેવારો ઉજવવાનું ચૂકતા નથી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જવાનો કેવી રીતે ઉત્સાહભેર ક્રિસમસની ઉજવણી કરી રહ્યાં છે.

    આ પણ જુઓ, પ્લેન બ્રિજ નીચે ફસાતાં ટ્રક ડ્રાઇવરને ભર શિયાળે પરસેવો છૂટી ગયો! Viral તસવીરો
    Published by:Mrunal Bhojak
    First published: