Home /News /national-international /કાશ્મીર મુદ્દે દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ દેશના હિતમાં કામ કર્યું જ નથીઃ કાયદા મંત્રી રિજ્જુ
કાશ્મીર મુદ્દે દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુએ દેશના હિતમાં કામ કર્યું જ નથીઃ કાયદા મંત્રી રિજ્જુ
કોંગ્રેસે રિજ્જુએ કરેલા શાબ્દિક પ્રહાર મુદ્દે નહેરુનો બચાવ કર્યો હતો.
કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજ્જુએ ન્યુઝ 18 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશના હિતની વાત છે, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ક્યારેય કાશ્મીર મુદ્દે દેશના હિતમાં કઈ કામ કર્યું જ નથી. જોકે કોંગ્રેસે રિજ્જુએ કરેલા શાબ્દિક પ્રહાર મુદ્દે નહેરુનો બચાવ કર્યો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રિજ્જુએ ન્યુઝ 18 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી દેશના હિતની વાત છે, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ક્યારેય કાશ્મીર મુદ્દે દેશના હિતમાં કઈ કામ કર્યું જ નથી. જોકે કોંગ્રેસે રિજ્જુએ કરેલા શાબ્દિક પ્રહાર મુદ્દે નહેરુનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે સપ્ટેમ્બર 1947 સુધી જે પણ નિર્ણયો લેવાય ત્યારે નેહરુની સાથે સરદાર પટેલની પણ આ નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા હતી. કોંગ્રેસના નાસીર હુસેને જણાવ્યું હતું કે નહેરુને અપજસ આપવો તે ભાજપની અત્યાર સુધીની પેટર્ન રહી છે.
રિજ્જુએ કહ્યું હતું કે પંડિત નહેરુંને શેખ અબ્દુલ્લાહની ખૂબ જ ચિંતા હતી. નહેરુ સામાન્ય કાશ્મીરીઓનું કે દેશના અન્ય રજવાડાઓ બાબતે ઓછું વિચારતા હતા. નહેરુ માટે દેશનું હિત તેમના મિત્ર અબ્દુલ્લાહ પછી આવતું હતું. તે તેમના ખાસ મિત્ર હતા. આ સિવાય નહેરું તેમના પોતાના મતને વધુ મહત્વ આપતા હતા. રિજ્જુએ એક સવાલ કરતા કહ્યું હતું કે શાં માટે જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહને અગ્રતા આપવામાં આવી નહોતી. નહેરુજી હરિ સિંહના મતને સ્વીકારતા જ નહોતા. 500 જેટલા રજવાડાઓ બધાને એક કરવા અંગે સરદાર પટેલે કહ્યું હતું. તેના પગલે બીજા કોઈ વ્યક્તિ કે સંસ્થાનો મત લેવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. તો પછી શાં માટે નહેરુજી કાશ્મીર ગયા હતા? રિજ્જુએ કહ્યું કે કાશ્મીરના કેસમાં તેના શાસકના મતને ન ગણવો તે યોગ્ય નથી.
નાસીર હુસેને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની એ પહેલેથી પેટર્ન રહી છે કે તેઓ મોટી-મોટી ભૂલો કરે છે અને પછીથી નહેરુ પર દોષનો ટોપલો ઠાલવે છે. શું આ મંત્રી આપણને કહેશે કે હાલ ભારત-ચીનની બોર્ડર પર શું ચાલી રહ્યું છે? ત્યાં હાલ શું સ્થિતિ છે? જો નહેરુ બધી વસ્તુ પોતાના જ સ્વાસ્થ ખાતર કરતા હોત તો આપણી પાસે હાલ આઈઆઈટી અને આઈઆઈએમ જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહોત. બીજેપીએ ગાંધી અને નહેરુને બદનામ કરવા કરતા કામ કરવું જોઈએ.
છેલ્લા બે અઠવાડિયામાં આ બીજી વખત રિજ્જુએ નહેરુની ભૂલની વાત કરી છે. તેમણે નહેરુએ કરેલી 5 ઐતિહાસિક ભૂલની વાત કરતા કહ્યું કે કાશ્મીરમાં જે નરસંહાર થયો તે પણ આ પૈકીની એક ભૂલના કારણે જ થયો હતો. કાશ્મીર મુદ્દાને યુએન સુધી લઈ જવા માટે આર્ટિકલ 370નો ખોટો ઉપયોગ કરવો સહિતના મુદ્દા હાલમાં સર્જાયેલી પરિસ્થિતિ માટે જવાબદાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર