આર્ટિકલ 370 પર શિવરાજ સિંહે કહ્યુ- જવાહરલાલ નહેરુ 'ક્રિમિનલ' હતા

શિવરાજસિંહ ચૌહાણ (ફાઇલ ફોટો)

એક દેશમાં બે નિશાન, બે બંધારણ અને બે પ્રધાન કેવી રીતે અસ્તિત્વમાં રહી શકે છે? - શિવરાજ સિંહ

 • Share this:
  હાલમાં જમ્મુ-કાશ્મીર પર લાગુ રહેલા આર્ટિકલ 370 અંગે જ ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને હટાવ્યા બાદ કોંગ્રેસ સતત મોદી સરકાર પર સવાલ ઉઠાવી રહી છે તો ભાજપ પણ વળતો હુમલો કરવાથી ચૂકતી નથી. બીજી તરફ, આર્ટિકલ 370ને લઈને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 'ક્રિમિનલ' હતા.

  ભુવનેશ્વરમાં શિવરાજ સિંહે કહ્યું કે, જ્યારે ભારતીય સેના કાશ્મીરથી પાકિસ્તાની કબાલિયોને ધકેલતા આગળ વધી રહી હતી, તે સમયે નહેરુએ સંઘર્ષ વિરામની જાહેરાત કરી દીધી. આ કારણે જમ્મુ-કાશ્મીરનો એક તૃતિયાંશ હિસ્સો પાકિસ્તાનના કબજામાં રહી ગયો. જો થોડા દિવસ વધુ સંઘર્ષ વિરામની જાહેરાત ન કરતાં તો સમગ્ર કાશ્મીર ભારતનું હોત.

  આ પણ વાંચો, ManVsWild: બેર ગ્રિલ્સે કહ્યું PM મોદીની આ વાત સૌથી વધુ ગમી

  નહેરુને ક્રિમિનલ કહેવાનું બીજું કારણ જણાવતાં શિવરાજે કહ્યું કે, નહેરુએ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 લાગુ કર્યો. કોઈ એક દેશમાં બે નિશાન, બે બંધારણ અને બે પ્રધાન કેવી રીતે અસ્તિત્વમાં રહી શકે છે? આ માત્ર દેશની સાથે અન્યાય નથી પરંતુ અપરાધ પણ છે.

  આ પણ વાંચો, સ્વાતી માલીવાલે કહ્યુ- હરિયાણાના CM રોમિયોની ભાષા બોલી રહ્યા છે
  Published by:Mrunal Bhojak
  First published: