જિન બદલી નવા જાનવર બનાવી રહ્યું છે ચીન, માણસો પર અનૈતિક રિસર્ચ અંગે પત્રકારના ચોંકાવનારા દાવા

જિન બદલી નવા જાનવર બનાવી રહ્યું છે ચીન, માણસો પર અનૈતિક રિસર્ચ અંગે પત્રકારના ચોંકાવનારા દાવા
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી જ વિશ્વમાં ફેલાયો હોવાની આશંકા ઘણા દેશો વ્યક્ત કરી ચૂક્યા છે. બ્રિટન અને અમેરિકાની સિક્રેટ એજન્સીઓએ પણ આ પ્રકારની આશંકા વ્યક્ત કરી છે

  • Share this:
લંડન : વિશ્વમાં અત્યારે કોરોના વાયરસે ભરડો લીધો છે. ભારત સહિતના ઘણા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ લાખો લોકોના જીવ ગયા છે. આવા સંજોગોમાં આ વાયરસ ચીનની વુહાન લેબમાંથી જ વિશ્વમાં ફેલાયો હોવાની આશંકા ઘણા દેશો વ્યક્ત કરી ચૂક્યા છે. બ્રિટન અને અમેરિકાની સિક્રેટ એજન્સીઓએ પણ આ પ્રકારની આશંકા વ્યક્ત કરી છે. આ દરમિયાન વિશેષજ્ઞ અને પત્રકાર જૈસપર બેકરે દાવો કર્યો છે કે, ચીનની લેબોરેટરીમાં બાયો સિક્યુરિટી ખૂબ ધીમી છે. આ મામલે આવેલા એક રિપોર્ટના માધ્યમથી તેમણે કોરોના વાયરસ ચીનની જ કોઈ લેબમાંથી નીકળ્યો હોવાનો ઈશારો કર્યો છે. અલબત્ત ચીનની સરકારે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે.

ડેઇલી મેઈલ માટે લખાયેલા લેખમાં બેકરે દાવો કર્યો છે કે, લેબમાં પ્રાણીઓને જીન-ચેન્જિંગ વાયરસના ઇન્જેક્શન આપવામાં આવે છે. આ વાયરસ કોરોના જેવા જ હોય છે. બેકરનો દાવો છે કે, ચીન બધા પ્રયોગ બેદરકારીથી કરે છે. વિશ્વમાં અન્ય કોઈ દેશમાં પરવાનગી ન હોય તેવા પ્રયોગ ચીનમાં કરવામાં આવે છે. તેમણે વધુ ચોંકાવનારા દાવામાં કહ્યું હતું કે, જ્યારથી વૈશ્વિક બાયોટેક રોકાણોમાં વધારો થયો છે, ત્યારથી ચીની સંશોધકો પ્રાણીઓ પરના પ્રયોગો સાથે વધુ જોખમો લઈ રહ્યા છે. પશ્ચિમી દેશોમાં અનૈતિક ગણાતા પ્રયોગો માણસો પર થઈ રહ્યા છે.આ પણ વાંચો - દેશના નામે PM મોદીનું સંબોધન, કહ્યું- 21 જૂનથી દેશમાં 18+ના વેક્સીનેશન માટે રાજ્યોને મફત વેક્સીન આપશે કેન્દ્ર

ચીન હવે જિન મોડીફિકેશન પર કામ કરી રહ્યું હોવાનું પણ બેકરનું કહેવું છે. જેનાથી જૈવિક હથિયાર બનાવવા માટે સૂક્ષ્મ જીવો પર અધ્યયન તથા વધુ સારા સૈનિક તૈયાર થઈ શકે. બેકરે લખ્યું છે કે, મોટાભાગના પ્રયોગો પીપલ્સ લિબરેશન આર્મીની દેખરેખમાં થાય છે.

આ વાયરસ ઉપર પણ શોધ કરી રહ્યું છે ચીન

આ લેખમાં ચીની નાગરિકોના લેખ The Possible Origins Of 2019-nCoV Coronavirusનો હવાલો આપીને બેકર લખે છે કે, વુહાન સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને પોતાની પ્રયોગશાળામાં બીમાર જાનવરોને રાખ્યા હતા. જેમાં 605 ચામાચીડિયા પણ સામેલ છે. એક વખત ચામાચીડિયાએ સંશોધક પર હુમલો કર્યો હતો, ત્યારે ચામાચીડિયાનું લોહી તેની ત્વચા પર લાગી ગયું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

બેટ વાયરસ ઉપરાંત ચીનની સરકારે વિશ્વના સૌથી ખતરનાક ચેપી રોગો ઇબોલા, નિપાહ, મારબર્ગ, લાસા ફિવર વાયરસ અને ક્રિમિઅન-કોંગો તાવ વાયરસનો અભ્યાસ કરવામાં રસ દાખવ્યો છે. ચીનના નાગરિકો પર આ વાયરસની ખૂબ ઓછી અસર થઈ છે તો પછી તેનો અભ્યાસ કરવાની જરૂર શું પડી? તેવો પ્રશ્ન ઉભો થયો છે.
Published by:News18 Gujarati
First published:June 07, 2021, 18:31 IST

ટૉપ ન્યૂઝ