Home /News /national-international /VIDEO: તહેવારના નામ પર ગંદી મજાક; જાપાની યુવતી પર દિલ્હીમાં લોકો તૂટી પડ્યા, એક્શનમાં આવી પોલીસ

VIDEO: તહેવારના નામ પર ગંદી મજાક; જાપાની યુવતી પર દિલ્હીમાં લોકો તૂટી પડ્યા, એક્શનમાં આવી પોલીસ

જાપાની યુવતી સાથે દિલ્હીમાં હોળી પર છેડતી થઈ

આ તમામ છતાં હવે દિલ્હી પોલીસે આ મામલામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં હોળીના દિવસે જાપાનની એક મહિલા સાથે છેડતી અને મારપીટના કિસ્સામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: રંગોના તહેવાર હોળી પર મોટા ભાગે છેડતીના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં એક જાપાની છોકરી સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ ઘટનાનો વીડિયોમાં કેટલાય છોકરાઓ ભદ્દી રીતે ગંદા ઈરાદા સાથે એક જાપાની છોકરીને હોળીના તહેવારમાં રંગી રહ્યા છે. જાપાની છોકરી સાથે આ યુવકોએ ગંદી હરકતો પણ કરી, જેના પર હવે દિલ્હી પોલીસે એક્શન લીધી છે. આ ઘટનાને મહિલા યૌન ઉત્પીડનનો કિસ્સો ગણાવ્યો છે.



આ તમામ છતાં હવે દિલ્હી પોલીસે આ મામલામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહીમાં લાગી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીમાં હોળીના દિવસે જાપાનની એક મહિલા સાથે છેડતી અને મારપીટના કિસ્સામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસનુ કહેવું છે કે, યુવા પર્યટક મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં રહેતી હતી. તો વળી આ ઘટનાના ત્રણેય આરોપી પણ આ વિસ્તારમાં જ રહે છે. તેમાઁથી એક આરોપી સગીર છે. જો કે, પોલીસનું કહેવું છે કે, પીડિત છોકરીએ હજૂ પણ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. અને તે કાલે બાંગ્લાદેશ જવા માટે રવાના થઈ ગઈ છે.

પોલીસ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, છોકરીએ ટ્વિટ કર્યું છે કે, તે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે અને માનસિક તથા શારીરિક રીતે સ્વસ્થ છે. તો વળી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં ખૂબ જ ઓક્રોશ છે અને આરોપી છોકરાઓ પર કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Delhi boy, Holi 2023