જાપાનનું Wagya Beef એક સ્વાદિષ્ટ વ્યંજન છે, જેની કિંમત અમુક રેસ્ટોરન્ટમાં પ્રતિ પાઉન્ડ 200 ડોલરથી વધુ હોય શકે છે. જોકે પ્રયોગશાળામાં વિકસિત કરવામાં આવેલ બીફ (Beef) થોડું સસ્તુ સાબિત થઇ શકે છે. જાપાની (Japan)વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેઓ વસા માર્બલિંગ માટે પ્રસિદ્ધ વાગ્યૂને એક પ્રયોગશાળામાં બનાવવામાં સફળ રહ્યા છે, જે અસલી સ્ટેક જેવા જ દેખાય છે અને તેવો જ સ્વાદ ધરાવે છે. વાગ્યૂ બીફ (Wagya Beef)કાળા પશુઓની જાતિમાંથી આવે છે, જે પશ્ચિમ જાપાનના કોબે વિસ્તારમાં સૌથી વધુ ઉગાડવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ લેબમાં જ બનાવ્યું વાગ્યૂ બીફ
મિશિયા માત્સુસાકીના નેતૃત્વ હેથળ ઓસાકા યુનિવર્સિટીના સંશોધકોએ 3-ડી બાયોપ્રિન્ટર્સ અને બોવાઇન સ્ટેમ સેલ્સનો ઉપયોગ કર્યો, જે વાગ્યૂને કીમાના સ્વરૂપની જગ્યાએ માર્બલિંગને સ્ટેક જેવા ટુકડામાં પરિવર્તિત કરવા માટે વાપર્યા હતા. જોકે હાલ એક ઘન સેન્ટીમીટર માંસ ઉત્પન્ન કરવામાં 3થી 4 સપ્તાહ જેટલો સમય લાગે છે, તેથી તે વેચાણ માટે ઉપલબ્ધ થયું નથી. માત્સુસાકીએ વધુમાં જણાવ્યું કે, જેમ જેમ ટેક્નિક અને કાર્યક્ષમતા વધશે અને સુધરશે તેમ તેમ તેનું પ્રોડક્શન વધશે. જો આપણે થોડા કોષોમાંથી ઝડપથી ઘણું માંસ ઉત્પન્ન કરી શકીએ તો ભવિષ્યમાં ખોરાક અને પ્રોટીનની અછતના મુદ્દાઓને વધુ સારી રીતે ઉકેલી શકાશે.
માંસ ઉદ્યોગની આસપાસના પર્યાવરણીય અને નૈતિક ચિંતાઓએ શાકભાજીના વિકલ્પો અને લેબમાં ઉગાડવામાં આવતા ઉત્પાદનોની સંભાવનાઓમાં લોકોનો રસ દાખવ્યો છે. તેનાથી સાચા માંસના વિકલ્પો, પ્લાન્ટ બેઝ્ડ બર્ગર મેકર ઇમ્પોસિબલ ફૂડ્સ ઇંક વગેરે બનાવવામાં પ્રોત્સાહન મળ્યું છે, જે 10 અબજ ડોલરથી વધી શકે છે તેવુ સૂત્રોનું કહેવું છે.
આવનારા સમયમાં ઘટશે કિંમતો
માત્સુસાકીએ જણાવ્યું કે, તેની લેબમાં વિકસિત બાયોપ્રન્ટિંગ અને કલ્ચર તકનીકો માનવ દવાઓમાં પણ હોઇ શકે છે, જેમ કે ક્ષતિગ્રસ્ત સ્નાયુઓની બદલી માટે વધતી જરૂરિયાતો.
માત્સુસાકી જણાવે છે કે, હવે લેબમાં એક ગ્રામ વાગ્યૂ ઉગાડવા માટે લગભગ 10,000 યેન (89.40 ડોલર) લાગે છે. પરંતુ આવનારા વર્ષોમાં તેની કિંમતો એટલી ઘટશે કે પાંચ વર્ષમાં સામાન્ય લોકો માટે પણ વેચી શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર