Home /News /national-international /જાપાને ઘટતાં જન્મદરને વધારવા મૂક્યો નવો પ્લાન, તમે પણ જાણીને કહેશો વાહ જોરદાર

જાપાને ઘટતાં જન્મદરને વધારવા મૂક્યો નવો પ્લાન, તમે પણ જાણીને કહેશો વાહ જોરદાર

જાપાને ઘટતાં જન્મદરને વધારવા મૂક્યો નવો પ્લાન, તમે પણ જાણીને કહેશો વાહ જોરદાર

જાપાન છેલ્લા ઘણા વર્ષોથી ઘટી રહેલા જન્મદરની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યું છે

  હિમાંશુ મકવાણા, અમદાવાદ : કોરોનાકાળમાં અનેક લોકોના જીવન બદલાઇ ગયા છે. લોકો માટે ઘર જ જાણે દુનિયા બની ગયું છે. જોકે કોરોનાએ અનેક નવી વસ્તુઓ પણ આ દુનિયાને આપી છે. જેમાં સૌથી મોંઘી વસ્તુ છે પરિવાર. જે લોકો પરિવાર માટે સમય નહોતા આપી શકતા એ લોકો પરિવાર સાથે રહેવા લાગ્યા, જેના કારણે પરિવાર ભાવના વધુ મજબુત થઈ. જોકે આફતમાંથી અવસર મળે એ રીતે આ કોરોના કાળના કાલખંડમાંથી જાપાનને અલગ આઈડિયા હાથ લાગ્યો છે અને આ અઈડિયા એટલે 4 ડે વીકનો. જો કર્મચારીઓને ત્રણ દિવસની રજા મળે તો તેઓ પરિવાર સાથે વધુ સમય તો વિતાવશે જ સાથે સાથે નોકરીમાં જરૂરી તમામ નવી સ્કિલ પણ શીખી શકશે. જોકે જાપાનનો હાલનો સૌથી મહત્વનો પ્રશ્ન છે જન્મદર વધારવાનો, તેના માટે સરકારની આ સલાહ 100 ટકા કારગત સાબિત થઈ શકે છે અને આ સલાહને અનેક કંપની માલિકોએ આવકારી છે. સરકાર તેની તૈયારી તો કરી રહી છે પણ આ મુદ્દાને લઈને સમગ્ર જાપાનમાં જોરદાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

  જાપાનનો ફેમિલી પ્લાન

  ભારત, ચીન જેવાા દેશોમાં વસ્તી વધારો માથાના દુખાવા સમાન છે પણ જાપાનમાં સરકારે વસ્તી વધારવા માટે નવો જ આઈડિયા વહેતો મુકયો છે. આ આઈડિયા એટલે અઠવાડિયામાં બે દિવસને બદલે હવે ત્રણ દિવસની રજા, એટલે કે, વીકએન્ડ બે દિવસ નહીં પણ ત્રણ દિવસનું રાખવું જોઈએ. જાપાન સરકારના આ વિચારની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. તે માંદગી હોય, લગ્ન, જન્મદિવસ હો, કે પછી કોઈ પિકનીક પ્લાન હોય. સામાન્ય રીતે આ કારણોસર કર્મચારીઓ તેમની ઓફિસમાંથી રજા લેતા હોય છે, પણ કોરોના પછી, જાપાન સરકારે 3 દિવસના વિકેન્ડનો વિચાર રમતો મુકી દીધો છે. જેની પાછળનું મુખ્ય કારણ પરિવારને વિસ્તૃત કરવાનું છે.

  જાપાન સરકારને આવો વિચાર કેમ આવ્યો ?

  જાપાન છેલ્લા ઘણા વર્ષોથી ઘટી રહેલા જન્મદરની સમસ્યા સામે સંઘર્ષ કરી રહ્યું છે. ઘટતા જન્મદરને વધારવા માટે સરકારે ખાનગી કંપનીઓ સહિત તેના કર્મચારીઓને 4 ડે વીક અપનાવવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જાપાન સરકારે પણ આ યોજનાને અમલમાં મૂકવાની તૈયારી કરી લીધી છે અને આ માટે એક માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. જોકે માત્ર જન્મદરમાં સુધારો કરવા આ નીતીને અમલમાં મુકવામાં આવી તેવુ નથી પરંતુ આ યોજના પાછળ અનેક દલીલો અને ફાયદાઓ છે, જેના કારણે સરકાર જ નહીં પરંતુ ખાનગી કંપનીઓ પણ તેના સમર્થનમાં જોવા મળી રહી છે. જાપાન તેની શ્રેષ્ઠ સિસ્ટમ અને નિર્ણયો માટે વિશ્વભરમાં જાણીતું છે. તે તેની શિક્ષણ પદ્ધતિ હોય, બાળકોને ઉછેરવાની રીત હોય કે રોજગારની વ્યવસ્થા, તેની સિસ્ટમના કારણે જાપાન આત્મનિર્ભર દેશ તરીકે ઓળખ ધરાવે છે. 4 ડે વીક દ્વારા સરકાર લોકોને પૂરતો સમય આપવા માંગે છે, જેથી તેઓ નોકરી, કુટુંબની જવાબદારીઓ અને નવી કુશળતા શીખવાની જરૂરિયાત વચ્ચે સંતુલન બનાવી શકે. આશા છે કે આ તેના જીવનને વધુ સારુ બનાવશે.

  આ પણ વાંચો - સંશોધન : મોબાઇલની સ્ક્રીનનો ટેસ્ટ કરી વ્યક્તિ કોરોના સંક્રમણ છે કે નહીં તે ખબર પડી જશે

  આ યોજનાથી જાપાન સરકારને ફાયદો

  સરકારની 4 દિવસીય સપ્તાહની યોજના દેશ માટે ઘણા ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, અર્થવ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા કારણ કે આ લોકોને વધુ રજાઓ આપશે, જેની સીધી અસર અર્થતંત્ર પર પડશે. રજાઓ મળવાના કારણે લોકો સારી રીતે પ્લાનિગ કરી શકશે. અર્થતંત્રમાં સુધારો થવાની અપેક્ષા છે. વધુ રજાઓ મળવાના કારણે લોકો બહાર ફરવા નીકળશે જેના થકી અર્થતંત્રને વેગ મળશે. લોકો બહાર નીકળશે તો પ્રવાસન અને અન્ય ગતિવિધિઓને પણ પ્રોત્સાહન મળશે. આ જ નહીં જાપાનની સરકારને આશા છે કે વધુ રજાઓ મળવાથી વધુ યુવાનો બહાર નીકળી જશે, જે ક્રિયા પ્રતિક્રિયામાં વધારો કરશે અને લગ્ન અને બાળજન્મ દરમાં પણ વધારો કરશે . જેના કારણે દેશનો ઘટી રહેલા જન્મદરમાં વધારો થશે

  જાપાનમાં જન્મદરને વધારવાનો મુખ્ય હેતુ

  જાપાનમાં વધુ મુત્યુદર સૌથી મોટી સમસ્યા છે. જેને જાપાનમાં 'કરોશી' કહેવામાં આવે છે. 'કરોશી' એટલે વધુ પડતા મૃત્યુ. જાપાનમાં સામાન્ય રીતે એવા અહેવાલો આવે છે કે લોકો વધારે કામને લીધે બીમાર પડે છે અથવા તણાવના કારણે કર્મચારીઓએ આત્મહત્યા કરી લીધા હોય. અપેક્ષા છે કે નવી યોજનાથી આવી ઘટનાઓ ઓછી થશે. સરકારનો મુખ્ય ઉદેશ્ય જન્મદરમાં સુધારો કરવાનો છે. યુવાનોને વધારે સમય મળશે જેના કારણે વધુ યુવાનો લગ્ન કરશે અને વધુ બાળકોનો જન્મ થશે. સરકારના આ પ્રયાસો રંગ લાવે તો જાપાનમાં ઘટતા જન્મદર પર નિયંત્રણ લાવી શકાયછે.

  સરકારના નિર્ણય સામે નારાજગી પણ છે

  જાપાનની આ યોજનાથી દેશમાં પરિવર્તન આવશે તેવી આશા સેવવામાં આવી રહી છે. પરંતુ આ નિર્ણયને લઈને જોરશોરથી ચર્ચાઓ પણ થઈ રહી છે. કેટલાક તેને નુકસાનકારક પણ ગણાવી રહ્યાં છે. જાપાનમાં એક વિભાગનું માનવું છે કે અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવાથી કામ પર અસર થશે, જેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી શકે છે, કદાચ તેમને વધારે કર્મચારીઓને કામ પર રાખવા પડે, જેનાથી કંપનીના ખર્ચમાં વધારો થશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે જાપાની કંપનીઓ પહેલેથી જ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં તેમના કામકાજના દિવસો ઓછા થશે તેથી કંપનીઓનો નફો ઓછો થશે અને ખર્ચ વધુ થશે. તેવામાં જાપાન સરકારે કહ્યું છે કે ઝડપથી આ નિર્ણય લાગુ કરવામાં આવે.
  " isDesktop="true" id="1109182" >

  સરકારની યોજનાનું વ્યાપક સમર્થન

  ટોક્યોમાં સરકારે તાજેતરમાં કંપનીઓને સૂચન કર્યું છે કે કર્મચારીઓને સપ્તાહમાં 5 ની જગ્યાએ 4 દિવસ કામ કરવાનો વિકલ્પ આપવામાં આવે. ચાર દિવસીય સપ્તાહ યોજના અંતર્ગત કર્મચારીઓને તેઓને પસંદ કરવાનો અધિકાર આપવામાં આવશે કે તેઓ કયા 4 દિવસ કામ કરવાનું પસંદ કરે છે. હકીકતમાં, જાપાની સરકાર લોકોને નોકરી, કુટુંબની જવાબદારીઓ અને નવી કુશળતા શીખવાની જરૂરિયાતને સંતુલિત કરવા માટે પૂરતો સમય આપવા માંગે છે. આશા છે કે તેનાથી તેના જીવનમાં સુધારો થશે. જાપાન સરકારે પણ આ અંગે માર્ગદર્શિકા તૈયાર કરી છે. પરંતુ આ નીતિને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. જાપાની સરકારને આશા છે કે લોકોને ફોર ડે વીકથી વધારાની રજા મળશે. આ સાથે તેઓ બહાર જશે અને ખર્ચ કરશે. તેની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડશે. ઘટી રહેલા જન્મ દરની સમસ્યાનો ઉકેલ આવે તેવી અપેક્ષા છે. યુવાન દંપતી વેકેશન પર બહાર જશે. એકબીજાને જોશે, લગ્ન કરશે અને બાળકો કરશે. આ સાથે જાપાન ઘટી રહેલા જન્મ દરની સમસ્યાને દૂર કરવા માગે છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Japan four day week, Japan four day work week, જાપાન

  विज्ञापन
  विज्ञापन