બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ખેડૂતોની જીત, મોદીને ફટકો: જાપાનની એજન્સીએ ફંડીંગ અટકાવ્યું

જાપાનની એજન્સીએ મોદી સરકારને કહ્યું, પહેલા ખેડૂતોના પ્રશ્નો હલ કરો, પછી ફંડ આપીશુ

જાપાનની એજન્સીએ મોદી સરકારને કહ્યું, પહેલા ખેડૂતોના પ્રશ્નો હલ કરો, પછી ફંડ આપીશુ

 • Share this:
  અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જે ખેડૂતોની જમીન સંપાદનમાં જમીન જવાની છે તે ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં પણ પિટીશનો દાખલ કરી છે અને જાપાનની જે એજન્સી આ પ્રોજેક્ટને પૈસા આપે છે તે એજન્સીને પણ લખીને ખેડૂતોએ તેમની આપવિતી વર્ણવી છે.

  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે આંદોલન કરતા ખેડૂતો માટે આંશિક આનંદના સમાચાર છે. કેમ કે, જાપાનની ફંડીંગ એજન્સી જાપાન ઇન્ટરેનેશનલ કો-ઓપરેશન એજન્સી (જીકા)એ ભારત સરકારને કહ્યું છે કે, ખેડૂતોના પ્રશ્નોનો પહેલા નિકાલ કરે અને પછી જ તે સરકારને આ પ્રોજેક્ટ માટે પૈસા આપશે.
  નરેન્દ્ર મોદીની સરકાર માટે આ મોટો ફટકો ગણાશે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક લાખ કરોડ રૂપિયાનો છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે એક કમિટી પણ રચના કરી છે. આ પ્રોજેક્ટની ફાઇનલ ડેડલાઇન 2022 રાખવામાં આવી છે.

  અમદાવાદથી મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો તેમની ફળદ્રુપ જમીન આપવા તૈયાર નથી અને હવે આ અસરગ્રસ્ત ખેડૂતોએ જાપાનની સરકારને પત્ર લખ્યો છે અને આરોપ કર્યો છે કે, જાપાનની એજન્સીની માર્ગદર્શિકાઓનું આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઉલંઘન થઇ રહ્યું છે. તેથી, જાપાનની જે એજન્સી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફંડ આપી રહી છે તેણે આ પૈસા ભારત સરકારને ન આપવા માટે વિનંતી કરી હતી.

  ખેડૂતોએ આ પત્ર જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જિકા)ને લખ્યો છે. આ એજન્સીએ બુલેટ ટ્રેન માટે 1.10 લાખ કરોડની સોફ્ટ લોન આપી છે. ખેડૂતોએ ‘જિકા’ને કહ્યું હતુ કે, જ્યાં સુંધી જાપાનની એજન્સીની માર્ગદર્શિકાનો ભારત સરકાર સંપૂર્ણ અમલ ન કરે ત્યાં સુંધી આ લોનની રકમ ન આપવા વિંનતી કરી હતી.

  આ પત્ર ખેડૂતોના હક્કો માટે લડતા આનંદ યાજ્ઞિકે લખ્યો હતો. ખેડૂતોએ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુજરાત હાઇકોર્ટમાં પણ પડકાર્યો છે. યાજ્ઞિકે જણાવ્યું કે, “ખેડૂતોએ આ પત્ર જાપાન સરકારને લખ્યો છે. ખેડૂતોએ જાપાનના ભારતના રાજૂદતની મુલાકાતનો સમય પણ માંગ્યો છે. ખેડૂતોએ જાપાનના રાજૂદતને આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી ખેડૂતોનું નુકશાન થવાનું છે તે વિશે સ્થળ પર આવી જાણકારી મેળવવા માટે આંમત્રણ પણ આપ્યું છે.” આ માર્ગદર્શિકાઓમાં એક નિયમ એવો પણ છે કે, આ પ્રોજેક્ટના અમલીકરણથી પર્યાવર્ણીય અને સામાજિક શું અસર થશે તેનો અભ્યાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની હોય છે. ખેડૂતોનો આરોપ છે કે, સરકારે આવી કમિટીની રચના કરી નથી.

  આ બુલેટ ટ્રેન માટે અંદાજે 1400 હેક્ટર જમીન સંપાદન કરવી પડશે. જેમાં 1120 હેક્ટર જમીન ખાનગી માલિકીની છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબેએ સપ્ટેમ્બર 2017માં કર્યું હતું.

  આ પણ વાંચો

  બુલેટ ટ્રેન સામે ખેડૂતો-આદિવાસીઓ બાદ હવે ગોદરેજ ગ્રુપે ઉભી કરી મુશ્કેલીઓ
  Published by:Vijaysinh Parmar
  First published: