જાપાની કંપનીઓને મળી શકે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ

News18 Gujarati
Updated: January 18, 2018, 5:25 PM IST
જાપાની કંપનીઓને મળી શકે છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ
જાપાનના પીએમ શિન્ઝો આબે અને મોદીની ફાઈલ તસવીર

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ માટે જરૂરી 70 ટકા સામાન જાપાનની કંપનીઓ પૂરો પાડશે

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી ભલે પોતાના ભાષણોમાં 'મેક ઇન ઇન્ડિયા'ની વાતો કરી રહ્યા હોય પરંતુ અનેક પ્રસંગે તેમની પોલ ખુલતી જોવા મળી રહી છે. સૂત્રોના હવાલેથી સમાચાર આવી રહ્યા છે કે ભારતમાં આશરે એક લાખ કરોડના પ્રોજક્ટવાળા બુલેટ ટ્રેન કોરિડોરનો કોન્ટ્રાક્ટ જાપાનની સ્ટીલ તેમજ એન્જિનિયરિંગ કંપનીઓને મળી શકે છે.

આ પ્રોજક્ટ પર થનાર ખર્ચનું ફન્ડિંગ જાપાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ માટે જરૂરી 70 ટકા સામાન જાપાનની કંપનીઓ પૂરો પાડશે. જોકે, વડાપ્રધાન મોદીના કાર્યાલના એક અધિકારીએ આ વાતનો ઇન્કાર કર્યો હતો.

નામ જાહેર ન કરવાની શરતે જાપાનના ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, બંને દેશ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી સામાનના સપ્લાય માટે વાતચીત કરી રહ્યા છે. જુલાઈ સુધી આના પર કોઈ યોજના અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા મોદી સામે યુવાઓને વધારેમાં વધારે નોકરી આપવાનો પડકાર છે. જોકે, અનેક ટીકાકારો ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના આગમનને પૈસાનો વેડફાટ માને છે. નામ જાહેર ન કરવાની શરતે ભારતીય રેલવેના બે અધિકારીઓએ જણાવ્યું કે, જાપાનના રેલવે અધિકારીઓએ ભારતીય કંપનીઓની કાર્યક્ષમતા સામે સવાલ ઉઠાવ્યા છે.

જાપાનના ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયના રેલવે બ્યૂરોના આંતરરાષ્ટ્રીય બાબતોના ડિરેક્ટર તોમોયુકી નકાનોંએ જણાવ્યું હતું કે, 'ભારતીય કંપનીઓને હાઈ-સ્પીડ રેલવે બનાવવા અંગે કોઈ અનુભવ નથી. તેમણે એવું પણ કહ્યું કે ભારતના મેક ઇન ઈન્ડિયા મિશનને પુરું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.'

આ પ્રોજેક્ટ સાથે સીધી રીતે જોડાયેલા એક ભારતીય અધિકારીએ જણાવ્યું કે, જાપાનની અનેક મોટી કંપનીઓ હરાજીમાં સામેલ થાય તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્વોલિટીનું બહાનું કરીને જાપાનની કંપનીઓએ SAIL જેવી કંપનીઓ સાથે મળીને કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. હવે જો આ અંગેનો કોન્ટ્રાક્ટ જાપાનની કંપનીઓને મળે છે તો ભારતીય કંપનીઓ પાસે ફક્ત સિમેન્ટ અને અન્ય મટિરિયલ સપ્લાય કરવા સિવાય બીજું કોઈ કામ નહીં રહે.
First published: January 18, 2018, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading