Home /News /national-international /શારીરિક સંબંધ બાંધવા અને વધારે બાળકો કરવા સરકાર આપે છે રૂપિયા, આ દેશમાં ઘટતા જન્મદરે વધાર્યું ટેન્શન
શારીરિક સંબંધ બાંધવા અને વધારે બાળકો કરવા સરકાર આપે છે રૂપિયા, આ દેશમાં ઘટતા જન્મદરે વધાર્યું ટેન્શન
japan
JAPAN GIVES MONEY TO PARENTS: જાપાનના નવા માતા-પિતાને અત્યારે બાળકના જન્મ બાદ 4,20,000 યેનની ચાઇલ્ડ બર્થ અને ચાઇલ્ડકેર લમ્પ-સમ ગ્રાન્ટ આપવામાં આવે છે.અને લોકોને વધારે બાળકો કરવા માટે સમર્થન આપવામાં આવે છે.
Japan: જાપાનમાં છેલ્લા ઘણા સમયથી જન્મદરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે આ ઘટાડો ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. તેથી જાપાન સરકાર ભવિષ્યમાં દેશની વસ્તીનું સંતુલન જાળવવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. આ પગલાના ભાગરૂપે હવે જાપાન સરકાર બાળકોને જન્મ આપવા માટે નાગરિકોને ખાસ ગ્રાન્ટ આપવા જઈ રહી છે. જાપાનના આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયનું માનવું છે કે નાણાંકીય સહાય આપવાથી નાગરિકો પૈસાની લાલચે વધુ બાળકોને જન્મ આપશે.
જાપાનના નવા માતા-પિતાને અત્યારે બાળકના જન્મ બાદ 4,20,000 યેનની ચાઇલ્ડ બર્થ અને ચાઇલ્ડકેર લમ્પ-સમ ગ્રાન્ટ આપવામાં આવે છે. આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રી કાત્સુનોબુ કાટો આ રકમ વધારીને 500,000 યેન કરવા માંગે છે. જાપાન ટુડેના અહેવાલ મુજબ, તેમણે ગત અઠવાડિયે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે આ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી. 2023ના નાણાંકીય વર્ષ માટે આ દરખાસ્તને મંજૂરી મળવાની ધારણા છે.
જો સરકાર મોટી સબસિડી આપે તો પણ લોકો માત્ર પૈસા ખાતર બાળકોને જન્મ આપશે તે વાતની ખાતરી નથી. ઉપરાંત, પ્રોત્સાહન તરીકે આ રકમ વધુ સંતોષકારક નથી. આ સબસિડી બાળજન્મ અને બાળ સંભાળ માટે હોવા છતાં તેમાં બાળકના જન્મ પાછળના ખર્ચ બાદ વધુ રકમ બચતી નથી. જોકે, જાપાન સરકાર આશા રાખી રહી છે કે, આ સબસિડીના કારણે નાગરિકોના અભિપ્રાયમાં ફરક પડશે.
જો આ સબસીડી જાપાનની જાહેર તબીબી વીમા સિસ્ટમ દ્વારા સમર્થિત હોય તો પણ બાળજન્મ માટે ફી ખિસ્સામાંથી આપવી પડે છે. મૈનીચી શિમ્બુન અનુસાર, ડિલિવરી પાછળના ખર્ચની રાષ્ટ્રીય સરેરાશ આશરે 473,000 યેન છે.
આમ, જો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તો પણ માતાપિતા પાસે માંડ 30,000 યેન બચ્યા હશે. જાપાનના ખર્ચની દ્રષ્ટિએ આ રકમ ખૂબ જ ઓછી ગણાય છે. આવી સ્થિતિમાં બાળકનો પુખ્તાવસ્થા સુધીનો ઉછેર આટલી રકમમાં થઈ શકે નહીં. બીજી તરફ 80,000 યેનનો વધારો કરવામાં આવે તો પણ લોકો બાળકને જન્મ આપવા પ્રેરિત થશે નહીં.
" isDesktop="true" id="1299854" >
જોકે, બાળક ઇચ્છતા માતા-પિતા માટે તો 80,000 યેનનો વધારો રાહતરૂપ નીવડી શકે છે. તેઓ બાળક પાછળ થોડો વધુ ખર્ચ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 80,000 યેનનો વધારો બાળજન્મ અને બાળસંભાળની લમ્પ-સમ ગ્રાન્ટ માટે અત્યાર સુધીનો સૌથી વધુ અને 2009 પછીનો આ પ્રથમ વધારો હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર