Home /News /national-international /જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, 3 ઘાયલ

જાપાનમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, 3 ઘાયલ

    ટોક્યો- પશ્ચિમી જાપાનમાં આજે ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા. જણાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપની આ ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સિવાય કેટલીક ઈમારતો અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. સ્થાનીક મીડિયાના હવાલેથી આ માહિતી સામે આવી છે.

    જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટલ સ્કેલ પર 6.1 આંકવામાં આવી છે. જાપાની ન્યૂઝ એજન્સી ક્યોડો અનુસાર હિરોશિમાના ઉત્તરમાં 96 કિમી દૂર હોંશૂના મુખ્ય દ્વીપના પશ્ચિમી ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.



    ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, 3 લોકો ઘાયલ થયા છે. જ્યારે 100થી વધુ ઘરોમાં પાણીની આપૂર્તિ ઠપ્પ થઈ ગઈ છે. જ્યારે 50થી વધુ ઘરોમાં વિજળીની સેવા ખોરવાય ગઈ છે. આ સિવાય રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો કે નજીકના શિમેન પરમાણુ પાવર સ્ટેશન પર કોઈ પ્રકારના ખતરાની સૂચના સામે આવી નથી.

    જાપાન પ્રશાંત મહાસાગરના કિનારે છે. જ્યાં હંમેશા ભૂકંપનો ખતરો મંડરાયેલો રહે છે. અહીં ઘણી વખત જ્વાલામુખી અને ભૂકંપના ખતરા જોવા મળ્યા છે. 11 માર્ચ 2011માં પ્રશાંત મહાસાગરમાં 9.0ની તીવ્રતાનો તેજ ભૂકંપનો આંચકો આવ્યો હતો. અને સુનામી આવી હતી. જેને લઈને ભયંકર તબાહી મચી ગઈ હતી.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: જાપાન, ભૂકંપ

    विज्ञापन
    विज्ञापन