આસામમાં CAB પર ચાલી રહેલા વિરોધની વચ્ચે જાપાનના PM શિંજો આબેનો ભારત પ્રવાસ ટળ્યો : રિપોર્ટ

News18 Gujarati
Updated: December 13, 2019, 10:58 AM IST
આસામમાં CAB પર ચાલી રહેલા વિરોધની વચ્ચે જાપાનના PM શિંજો આબેનો ભારત પ્રવાસ ટળ્યો : રિપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જાપાનના વડાપ્રધાન શિંજો આબે (ફાઇલ તસવીર)

જાપાનના PM શિંજો આબે ગુવાહાટીમાં 15-17 ડિસેમ્બરે ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેવાના હતા

  • Share this:
નવી દિલ્હી : આસામ (Assam)માં નાગરિકતા સંશોધન બિલ (Citizen Amendment Bill)ને લઈ ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શન (Protest against CAB)ના વચ્ચે જાપાન (Japan)ના વડાપ્રધાન શિંજો આબે (Shinzo Abe)નો ભારત પ્રવાસ હાલ ટાળવામાં આવ્યો હોવાના અહેવાલ છે. તેઓ ગુવાહાટી (Guwahati)માં 15-17 ડિસેમ્બરે ભારત-જાપાન શિખર સંમેલન (Annual India-Japan Summit)માં ભાગ લેવાના હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે એક સવાલના જવાબમાં કહ્યુ હતું કે તેમની પાસે આ પ્રવાસને લઈ હાલ કોઈ જાણકારી નથી.

ગુવાહાટીમાં તૈયારીઓ ચાલી રહી હતી

આ પહેલા ગત સપ્તાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તેમના સમકક્ષ શિંજો આબેની વચ્ચે 15થી 17 ડિસેમ્બરની વચ્ચે શિખર મંત્રણા થશે. બેઠકને લઈ ગુવાહાટીમાં તૈયારી ચાલી રહી હતી.


પ્રવાસને લઈ હતું સસ્પેન્સ

એવું પૂછાતા કે શું સરકાર સંમેલનનું સ્થળ બદલવાનો વિચાર કરી રહી છે. તો કુમારે જણાવ્યું કે, હું તેની પર કોઈ સ્પષ્ટતા કરવાની સ્થિતિમાં નથી. મારી પાસે જણાવવા માટે કોઈ જાણકારી નથી. સૂત્રોએ જણાવ્યું કે જાપાની દળે તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે બુધવારે ગુવાહાટીનો પ્રવાસ કર્યો હતો.

આસામમાં હિંસા

નોંધનીય છે કે નાગરિકતા સંશોધન બિલને લઈ આસામમાં છેલ્લા બે દિવસોથી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે અને હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવયા છે. આ પ્રદર્શનમાં અત્યાર સુધી બે લોકોનાં મોત પણ થયા છે. બીજી તરફ, આસામ બાદ મેઘાલયના પાટનગર શિલોંગમાં પણ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ પર 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ગુવાહાટી સહિત આસામના અનેક શહેરોમાં સેનાના જવાન તહેનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, નાગરિકતા સંશોધન બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા, દેશભરમાં કાયદો લાગુ થયો
First published: December 13, 2019, 10:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading