જાપાન નોકરી માટે જવા ઇચ્છા લોકોને સુવર્ણ તક, ત્યાંની સરકારે બનાવ્યો આ કાયદો

આ દેશમા લોકોની સંસ્કૃતિ કોરોના સામે લડવામાં કારગર નીવડી છે.

  • Share this:
    વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થાવાળા દેશ જાપાનમાં હાલના સમયમાં કામદારોની અછત છે. તેનું કારણ સ્થાનિક લોકોની વધતી ઉમર અને યુવાઓની જનસંખ્યામાં ઘટાડો છે. તેવામાં જાપાન સરકારે વિદેશી કારીગરોને તક આપવાની જાહેરાત કરી છે. જે ભારતીય કારીગરો માટે એક મોટી તક સાબિત થઇ શકે છે. કારણ કે ભારત અને જાપાન માત્ર ગાઢ મિત્રો જ નથી, પરંતુ બન્ને દેશ કૂટનીતિક અને રણનીતિક મોર્ચે પણ એકબીજાને સાથ આપે છે. જ્યાં એક તરફ ભારતમાં યુવાનોની એક મોટી ફોજ છે, જે રોજગારી શોધી રહ્યાં છે. ત્યારે બીજી તરફ જાપાનમાં કામદારોની ઉણપ છે.

    જાપાનના અમુક ક્ષેત્ર એવા છે, જ્યાં વિદેશી કામદારો માટે રોજગારની સૌથી વધારે તકો છે. આ ક્ષેત્ર એગ્રીકલ્ચર, નર્સિંગ, હોટલ, શિપબિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન છે. જાપાન સરકારે આ મામલે સંસદમાં એક ડ્રાફ્ટ રજૂ કર્યો. જે અનુસાર આ ક્ષેત્રોમાં કાર્ય અનુભવ ધરાવતા લોકોને 5 વર્ષ વર્ક પરમિટ વિઝા મળી શકે છે.

    પીએમ મોદી 28 ઓક્ટોબરે બે દિવસના જાપાન પ્રવાસ પર જઇ રહ્યાં છે. જ્યાં તે જાપાન-ઇન્ડિયા વચ્ચે થનારા વાર્ષિક સમિટમાં બન્ને દેશોના સહિયારા હિતો પર વિસ્તારપૂર્વક વાતચીત કરશે. આ દરમિયાન પીએમ મોદી તરફતી જાપાનમાં ભારતીય નાગરીકોને નોકરીમાં પ્રાથમિકતા આપવા અંગે પણ ચર્ચા થઇ શકે છે. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમનો જાપાન પ્રવાસ ભારતીયો માટે નોકરી ઉભી કરવાનું સાબિત થઇ શકે છે.

    જાપાનમાં નોકરી મેળવવા માટે વિદેશી કામદારો પાસે સંબંધિત ક્ષેત્રનું સર્ટિફિકેટ હોવું જોઇએ. તેમજ જાપાનીઝ ભાષાનો ટેસ્ટ પાસ કરેલા લોકોને તેમના પરિવાર સાથે રહેવાની પરવાનગી આપવામાં આવશે. આવા લોકોને જાપાનમાં સ્થાયી નિવાસીનો દરજ્જો હાંસલ કરી શકશે.

    જાપાનના સરકારી પ્રવક્તાએ કહ્યું કે આ મામલાને લઇને શુક્રવારે સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે સ્થાનિક મીડિયા અનુસાર સરકારના પ્રસ્તાવ હેઠળ 2025 સુધીમાં 5 લાખ વિદેશી નાગરીકોને વિઝા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જાપાનમાં કામદારોની ઉણપને પૂરી કરવા માટે સ્થાનિક કંપનીઓ સરકાર પર ઇમીગ્રેશન નિયમ હળવા કરવા માટે દબાણ કરી રહી છે. તમને જણાવી દઇએ કે હાલના સમયમાં 100 લોકની સામે 163 જોબ વેકેન્સી છે.
    Published by:Sanjay Vaghela
    First published: