Home /News /national-international /હાઈટેક જાપાનમાં એક બાજુ French Friesની અછત તો બીજી બાજુ ‘એક્સ્ટ્રા દૂધ’ની કટોકટી, PMએ કહ્યું- વધારે દૂધ પીઓ

હાઈટેક જાપાનમાં એક બાજુ French Friesની અછત તો બીજી બાજુ ‘એક્સ્ટ્રા દૂધ’ની કટોકટી, PMએ કહ્યું- વધારે દૂધ પીઓ

જાપાનના વડાપ્રધાન લોકોને દરરોજ એક ગ્લાસ દૂધ પીવાનું કહી રહ્યા છે (Photo: JAPANESE MINISTRY OF AGRICULTURE, FORESTRY AND FISH)

Japan Excess Milk Crisis: આ દિવસોમાં જાપાન (Japan) બે મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યું છે. પહેલું મેકડોનાલ્ડની ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries)ની અછત અને બીજું એક્સ્ટ્રા દૂધ.

ટોક્યો. દુનિયાભરમાં જાપાન (Japan)ની છાપ એક હાઈટેક દેશ તરીકેની છે, પણ આ દિવસોમાં જાપાન બે મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યું છે. પહેલું મેકડોનાલ્ડની ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries)ની ઘટ અને બીજું એક્સ્ટ્રા દૂધ. જાપાનના રાજકારણી એટલે જ લોકોને વધુમાં વધુ માત્રામાં દૂધ પીવાનો આગ્રહ કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાન ફુમિયો કિશિદા (Prime Minister Fumio Kishida) લોકોને દરરોજ એક ગ્લાસ દૂધ પીવાનું કહી રહ્યા છે, જેથી કરીને દૂધનો બગાડ ન થાય. એટલું જ નહીં કોઈ ન્યુઝ કોન્ફરન્સ દરમ્યાન દેશના મંત્રી દૂધ પીતાં જોવા મળી રહ્યા છે અને લોકોને આમ કરવાની અપીલ કરી રહ્યા છે.

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ કહ્યું, ‘અમે એ ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ વસ્તી એક્સ્ટ્રા દૂધ પીવામાં સહયોગ આપે અને ભોજન બનાવતી વખતે દૂધથી બનેલી સામગ્રીનો ઉપયોગ કરો.’ વડાપ્રધાન સંસદ સત્ર સમાપ્ત થયા બાદ મીડિયાથી વાતચીત કરી રહ્યા હતા. જોકે, ફક્ત પીએમ નહીં, પણ તેમના મંત્રી પણ આવી સલાહ પ્રજાને આપી રહ્યા હતા. 17 ડિસેમ્બરે દેશના મંત્રી ગેન્જિરો કૈનિકો અને ટોક્યોના ગવર્નર યૂરિકો કોઈકેએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ગ્લાસમાં રાખેલું દૂધ પણ પીધું.

આ છે તેની પાછળનું કારણ

કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં સરકારી આંકડાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે શિયાળામાં અત્યારસુધીમાં જાપાનમાં 5000 ટન દૂધનો બગાડ થઈ ચૂક્યો છે. અહીંના ખેડૂતો પણ દૂધના બગાડને અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલા આ કેમ્પેઈનમાં જોરશોરથી ભાગ લઈ રહ્યા છે. ખેડૂતો સોશિયલ મીડિયા પર #1Lperday નામથી એક ઝુંબેશ ચલાવી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ દૂધનો ઉપયોગ કરવાનું કહી રહ્યા છે.

જાપાનમાં આ વર્ષે દૂધની માંગમાં ભારે ઘટાડો થયો છે. એટલું જ નહીં, જાપાનમાં શાળામાં ભણતા બાળકોને પણ લંચબોક્સમાં દૂધ આપવામાં આવે છે. દૂધની માંગમાં ઘટાડાનું કારણ કોરોના મહામારી પણ માનવામાં આવે છે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી હાલ મંદીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે, જેને લીધે દૂધની માંગ આ સેક્ટરમાં પણ ઘટી ગઈ છે.

આ પણ વાંચો: YouTube જોઈને પતિ કરી રહ્યો હતો ડિલીવરી, નવજાત બાળકનું મોત, પત્નીની હાલત ગંભીર

બીજી તરફ જાપાનીઓ ‘ફ્રેન્ચ ફ્રાઈઝ’થી વંચિત!

ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries) આમ તો સૌથી પોપ્યુલર સ્નેક્સ છે, પણ આ દિવસોમાં જાપાનમાં મેકડોનાલ્ડે (MacDonald’s) ફ્રેન્ચ ફ્રાઇઝ વેંચવાનું બંધ કરી દીધું છે. આમ કરવા માટે મેકડોનાલ્ડ મજબૂર છે, કેમકે ફ્રેન્ચ ફ્રાઈ બનાવવા માટે તેમની પાસે બટાટા નથી.

આ પણ વાંચો: ભારતીયોને પ્રિય સમોસા! ન્યુઝીલેન્ડની આખી વસ્તી જેટલા સમોસા એક વર્ષમાં ઓર્ડર કર્યા, જુઓ Swiggyનો રિપોર્ટ

શા માટે થઈ બટાટાની ઘટ?

કોરોનાને લીધે અને કેનેડામાં આવેલા પૂરને પગલે જાપાનમાં બટાટાની આયાત બહુ ઘટી ગઈ છે. તેને લીધે જાપાનમાં બટાટાની એટલી અછત સર્જાઈ છે કે મેકડોનાલ્ડને બટાટા નથી મળી રહ્યા. એવામાં કંપનીએ નિર્ણય કર્યો છે કે 24થી 30 ડિસેમ્બર સુધી ત્યાં ફક્ત નાના કદની ફ્રેન્ચ ફ્રાઇઝ જ વેંચવામાં આવશે. આવું કંપનીએ એટલા માટે કર્યું છે, જેથી હજુ પણ ગ્રાહકો ફ્રેન્ચ ફ્રાઈ ઓર્ડર કરી શકે.
First published:

Tags: Crisis, International news, Milk દૂધ, World News in gujarati, જાપાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો