જાપાનમાં એક વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવામાં આવ્યું હતું. કેમ કે, આ ફ્લાઈટને આંતરરાષ્ટ્રીય કોલર તરફથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જાપાન પ્રસારણ નિગમ એનએચકેએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, વિમાન શનિવારે ટોક્યોના નરીતા એરપોર્ટથી ફુકુઓકા જઈ રહ્યું હતું અને આ દરમિયાન કોઈ શખ્સે વિમાનમાં બોમ્બ રાખ્યો હોવાની સૂચના આપી હતી. બોમ્બની સૂચના મળતા જ વિમાનમાં અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ વિમાનને ચુબુ એરપોર્ટ તરફ વાળી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ 136 મુસાફરો અને ચાલક દળના છ સભ્યોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
તો વળી એનએચકેના પોલીસ સૂત્રોનો હવાલો આપતા કહ્યું કે, આરોપી વ્યક્તિએ વિમાનના કાર્ગો હોલ્ડમાં 100 કિલોગ્રામ પ્લાસ્ટિક વિસ્ફોટક રાખ્યો હોવાનો દાવો કર્યો અને મેનેજમેન્ટ સાથે વાત કરવાની માગ કરી હતી. શખ્સે કહ્યું કે, જો મેનેજમેન્ટ તેની સાથે વાત નહીં કરો તો તે વિસ્ફોટ કરી દેશે.
વિમાનમાં કોઈ વિસ્ફોટક નથી- એનએચકે
જો કે, એનએચકેએ કહ્યું કે, વિમાનમાં કોઈ વિસ્ફોટક નથી મળ્યું. એનએચકેના જણાવ્યા અનુસાર, વિમાન ઉતરતી વખતે એક વ્યક્તિ મામૂલી રીતે ઘાયલ થઈ ગયો હતો. જેને યાત્રીઓના ઈમરજન્સી નિકાસ દ્વારથી વિમાનને નીકળવાના ફુટેજ પ્રસારિત કર્યા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર