અમિત શાહની દેશવાસીઓને અપીલ, આવો કોવિડ-19ને પરાજિત કરવાનો પ્રયાસ કરીએ

News18 Gujarati
Updated: March 22, 2020, 9:00 AM IST
અમિત શાહની દેશવાસીઓને અપીલ, આવો કોવિડ-19ને પરાજિત કરવાનો પ્રયાસ કરીએ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલને સમયની માંગ ગણાવી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલને સમયની માંગ ગણાવી

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની જનતા કર્ફ્યૂ (Janta Curfew)ની અપીલને સમયની માંગ ગણાવી છે. તેઓએ કોરોના વાયરસ (Coronavirus)થી ફેલાવવાથી રોકવા માટે દેશમાં દરેકને જનતા કર્ફ્યૂનું સમર્થન કરવા અને અન્ય લોકોને તેના પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે કહ્યું છે. અમિત શાહે પોતાના ટ્વિટમાં તમામ નાગરિકોને એ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે કહ્યું છે આ વૈશ્વિક મહામારીની વચ્ચે દેશને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે ચોવીસે કલાક કામ કરી રહ્યા છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે, જ્યારે ભારત કોરોના વાયરસથી લડી રહ્યો છે એવામાં આવો કોવિડ-19ને પરાજિત કરવાનો પ્રયાસ કરીએ. 22 માર્ચે સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ઘરોમાં જ રહીએ. પોતાના મિત્રો અને સંબંધીઓને પણ પ્રોત્સાહિત કરીએ. આ આપણું આંદોલન છે અને સાથે મળીને આપણે જીતીશું.
આ પણ વાંચો, કોરોના વાયરસઃ હવે પ્રાઇવેટ લેબ્સમાં પણ તપાસ કરાવી શકો છો, કેટલો ખર્ચ થશે અને શું શરતો?

નોંધનીય છે કે, દુનિયાનાં 186 દેશ કોરોના વાયરસની ચપેટમાં છે. આ ખતરનાક સંક્રમણની અસર ભારતમાં (India) પણ વધી રહી છે. દેશમાં હાલત ન બગડે એટલે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જનતા કર્ફ્યૂ (Janta curfew) લગાવાવનો આગ્રહ રાખ્યો છે. જનતા કર્ફ્યૂ માટે આખો દેશ તૈયાર છે. રવિવારે સવારે 7થી રાતનાં 9 કલાક સુધી જનતા કર્ફ્યૂ રહેશે. આ સમયમાં આપણે પોતાની જાતને સુરક્ષિત રાખવાની છે અને દેશમાં સંક્રમણ ન વધવાથી રોકવાનું છે.

અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલકાતા, નોએડા લખનઉ, બેંગલુરુ સહિત અન્ય મોટા શહેરોમાં મોલ અને જાહેર સ્થળો પહેલાથી જ બંધ છે. અનેક રાજ્યોમાં બસો પર પણ પાબંધી લગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો, Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...
First published: March 22, 2020, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading