Home /News /national-international /

Janmashtami 2021: દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધૂમધામ, શ્રીનગરમાં બે વર્ષ પછી નીકળ્યું જન્માષ્ટમીનું જૂલુસ

Janmashtami 2021: દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધૂમધામ, શ્રીનગરમાં બે વર્ષ પછી નીકળ્યું જન્માષ્ટમીનું જૂલુસ

શ્રીનગરમાં બે વર્ષ પછી નીકળ્યું જન્માષ્ટમીનું જૂલુસ (AP Photo/Mukhtar Khan)

janmashtami 2021- જૂલુસ શ્રીનગરના કદલ વિસ્તારના ગણપતિયાર મંદિરથી શરૂ થયું અને બરબરશાહના ક્રાલખુદથી થઇને ઐતિહાસિક લાક ચોક સ્થિત ઘંટાઘર સુધી પહોંચ્યું હતું

    નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણના પ્રસારને રોકવા માટે સાર્વજનિક સમારોહ પર પ્રતિબંધના કારણે સોમવારે દેશના ઘણા ભાગોમાં જન્માષ્ટમીનો (Janmashtami 2021) પર્વ સાદગીપૂર્ણ ઢંગથી મનાવવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના (Janmashtami)પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાયડૂ ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)અને અન્ય નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા. ઉત્તર પ્રદેશના મથુરા (Mathura)અને વૃંદાવનના (Vrindavan)મંદિરોમાં આ તહેવાર ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો હતો. આ સ્થાનો પર કોવિડ પ્રોટોકોલ જોવા મળ્યો ન હતો.

    શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. વૃંદાવનમાં શ્રદ્ધાળુઓની ઘણી ભીડ જોવા મળી હતી. જ્યાં દિવસના સમયે ત્રણ મંદિરોમાં ઉત્સવ મનાવવામાં આવે છે. રાધા રમણ મંદિરમાં અભિષેક સમારોહ ત્રણ કલાકથી વધારે સમય ચાલ્યો હતો કારણ કે પૂજારીઓ પદ્મનાભ ગોસ્વામી, શ્રીવત્સ ગોસ્વામી, દિનેશ ચંદ્ર ગોસ્વામી અને ઓમ ગોસ્વામીએ સંયુક્ત રૂપથી અનુષ્ઠાન કર્યો હતો. એક પૂજારીએ કુલ 27 ક્વિન્ટલ દહી, દૂધ, મધ, ઘી અને જડી બુટ્ટીઓનો લેપ ભગવાન કૃષ્ણના અભિષેક માટે ઉપયોગ કર્યો હતો.



    રાધા દામોદર મંદિરમાં અભિષેક સમારોહમાં મુખ્ય આકર્ષણ ભગવાન કૃષ્ણના જન્મને ચિહ્નિત કરનાર હળદર અને દહીના મિશ્રણથી હોળી રમવી છે.

    આ પણ વાંચો - નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી..., ડાકોર અને દ્વારકાનાં કરો Live Darshan

    બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં બે વર્ષના ગાળા પછી કાશ્મીર પંડિતોએ સોમવારે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ મનાવવા માટે જન્માષ્ટમી જૂલુસ કાઢ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ઘણી સુરક્ષા વચ્ચે જૂલુસ શહેરના કદલ વિસ્તારના ગણપતિયાર મંદિરથી શરૂ થયું અને બરબરશાહના ક્રાલખુદથી થઇને ઐતિહાસિક લાક ચોક સ્થિત ઘંટાઘર સુધી પહોંચ્યું હતું. પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત ભક્તોએ રથની સાથે નૃત્ય કર્યું અને લોકો વચ્ચે મીઠાઇ વહેંચી હતી.

    શ્રદ્ધાળુઓમાંથી એક વરિષ્ઠ નાગરિકે કહ્યું કે બે વર્ષ પછી તેમને શ્રીનગરમાં જૂલુસ કાઢવાની મંજૂરી મળી છે. કોવિડ-19ના કારણે 2020માં કોઇ જૂલુસ કાઢવામાં આવ્યું ન હતું. જ્યારે ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો નિરસ્ત કરવા બદલ લગાવેલા લોકડાઉનના કારણે આયોજન રદ કરવામાં આવ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Janmashtami 2021, Mathura, Vrindavan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन