Home /News /national-international /

જનતા પરિવારની ગૂંચ ઉકેલાઇ, CM માટે નિતિશકુમારનું નામ જાહેર

જનતા પરિવારની ગૂંચ ઉકેલાઇ, CM માટે નિતિશકુમારનું નામ જાહેર

સમાજવાદી પાર્ટીના સુપ્રિમોએ આજે નિતિશકુમાર અને લાલુપ્રસાદ વચ્ચે ચાલી રહેલા કથિત વિખવાદને સમાવી દીધો છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે જનતા પરિવારમાં એક થઇ રહેલા પક્ષોની આજની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે નિતિશકુમારના નામ પર સહમતી સધાઇ હોવાનું સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવે આજે જાહેરાત કરી હતી.

સમાજવાદી પાર્ટીના સુપ્રિમોએ આજે નિતિશકુમાર અને લાલુપ્રસાદ વચ્ચે ચાલી રહેલા કથિત વિખવાદને સમાવી દીધો છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે જનતા પરિવારમાં એક થઇ રહેલા પક્ષોની આજની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે નિતિશકુમારના નામ પર સહમતી સધાઇ હોવાનું સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવે આજે જાહેરાત કરી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # સમાજવાદી પાર્ટીના સુપ્રિમોએ આજે નિતિશકુમાર અને લાલુપ્રસાદ વચ્ચે ચાલી રહેલા કથિત વિખવાદને સમાવી દીધો છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી માટે જનતા પરિવારમાં એક થઇ રહેલા પક્ષોની આજની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે નિતિશકુમારના નામ પર સહમતી સધાઇ હોવાનું સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવે આજે જાહેરાત કરી હતી.

મુલાયમસિંહે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ અને નિતિશકુમાર બિહારમાં સાથે મળીને ચૂંટણી લડશે. નિતિશકુમાર મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે. વધુમાં તેમણે આ જાહેરાત કરતાં મુખ્યમંત્રી પદ માટે તૈયારી બતાવતાં નિતિશકુમારને અભિનંદન આપ્યા હતા.

લાલુ પ્રસાદ યાદવે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે, હું અને નિતિશ એકજ પરિવારમાંથી આવીએ છીએ. અમારી વચ્ચે કેટલાક મતભેદ હતા પરંતુ હવે સાથે છીએ. અમારી વચ્ચે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સ્પષ્ટતા થઇ ગઇ છે. અમારૂ લક્ષ્ય સાંપ્રદાયિકતાને હરાવવાનું છે. અમે સાક્ષી મહારાજ જેવા તત્વો સામે લડીશું કે જેઓ કહી રહ્યા છે કે રામ મંદિર બનીને જ રહેશે. બિહાર ચૂંટણીમાં સાંપ્રદાયિક તત્વોને રોકવા માટે દરેક પ્રકારના ઝેર પીવા તૈયાર છું.

લાલુએ કહ્યું કે, અમે બધા મળીને ભાજપને હરાવીશું. સાંપ્રદાયિક તત્વોને હરાવવા માટે અમે બધા એક થયા છીએ. જ્યારે પોતાની ઉમેદવારી અંગે તેમણે કહ્યું હતું કે હું ચૂંટણી નહીં લડુ અને મારા પરિવારમાંથી પણ મુખ્યમંત્રી પદનો કોઇ ઉમેદવાર નથી.

લાલુએ કહ્યું કે, આખો દેશ અને દુનિયા જાણે છે કે, જ્યારે માંડલ કમિશન આવ્યું હતુ તો અડવાણી કમંડળ લઇને આવ્યા હતા. આપણે સાંપ્રદાયિક તાકાતોથી પીડિત છીએ.

નિતિશકુમારને ધન્યવાદ આપતાં તેમણે કહ્યું હતું કે, નિતિશ મુખ્યમંત્રી છે અને એમને અમારૂ સમર્થન રહેશે. માઝી કહી રહ્યા છે કે અમે છોડીને એમની સાથે જઇશું, પરંતુ એવું કંઇ નહી થાય. મુલાયમ જ જનતા પરિવારના વડા છે. જે મુલાયમસિંહ કહેશે એ અમે માનીશું. હું એમને ધન્યવાદ આપું છું કે એમણે નિતિશકુમારનું નામ જાહેર કર્યું છે.
First published:

Tags: ચૂંટણી, નિતિશકુમાર, બિહાર, મુલાયમસિંહ યાદવ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन