જામુઇ : બિહારના જામુઇ જિલ્લામાં ચૂડેલ હોવાનો આરોપ લગાવી મહિલા (Murder)ની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે આ બનાવ જ્યારે જામુઇ જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલદૈયા ગામમાં બન્યો હતો. ચૂડેલના આરોપમાં 50 વર્ષીય મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. મૃત મહિલાની લાશ તેના ઘરમાં લટકતી મળી આવી હતી. મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું કે, ગામના ચાર લોકોએ તેને ખૂબ જ સખત માર માર્યો હતો અને ત્યારબાદ પત્ની પર ચૂડેલનો આરોપ લગાવીને તેને ઘરમાં ફાંસી આપી લટકાવી દીધી.
પતિએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે, હત્યારાઓ તેને પણ મારી નાખવા માગે છે પરંતુ, ધમકી બાદ તેણે અવાજ ન કર્યો જેની માત્ર પત્નીની જ પોતાની નજર સામે હત્યા કરી દેવામાં આવી. મૃતક મહિલાનું નામ કલાવતીયા દેવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
હત્યાની આ ઘટનાની માહિતી મળતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે લાલદૈયા ગામના 5 વર્ષના છોકરા લુધના કુમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. થોડા દિવસોથી બીમાર રહેલા છોકરાના મોત બાદ તેના ઘરના લોકો મહિલા કાલવતીયા દેવીને દોષી ઠેરવી રહ્યા હતા.
મૃતક મહિલાના પતિ અર્જુન યાદવ કહે છે કે, બાળકના મૃત્યુ બાદ તેઓએ મારી પત્નીને માર માર્યો હતો અને તેના પર ચૂડેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મારપીટ દરમ્યાન, તેઓએ બૂમો પાડવા પણ ન દીધી અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મને ચૂપ કરી દીધો. બનાવ અંગે બાતમી મળ્યા બાદ ખૈરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
આ કેસમાં એસપી પ્રમોદકુમાર મંડળે જણાવ્યું હતું કે, મહિલા ચૂંડેલ છે અને જાદુ ટોણા કરતી હોવાનો આરોપ લગાવીને તેને માર મારી તેની હત્યા કરવામાં આવી છે. આ બનાવને હત્યાનો કેસ ગણીને કેસ નોંધવામાં આવી રહ્યો છે. જે લોકો પર આરોપ છે તે લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. એસપીએ એમ પણ કહ્યું હતું કે, વૈજ્ઞાનિક યુગમાં આજે પણ કેટલાક ગામમાં અંધવિશ્વાસ વ્યાપેલો છે, આજના સમયમાં ચૂડેલ જેવી કોઈ વસ્તુઓને સ્થાન નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર