Honor Killing: પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે થયો Love, યુવતીના પિતાએ બંનેની હત્યા કરી ડેમમાં ફેંકી દીધા

પિતા જ નીકળ્યો હત્યારો

બંને મળવાના સ્થળ પર પહોંચ્યા ત્યારે યુવતીના પરિવારજનોને તે અંગેની માહિતી મળી, પિતા અને પાંચ સંબંધીઓએ ભેગા થઈ હત્યા કરી

  • Share this:
    જમુઇ : ઝાઝા વિસ્તારમાં આવેલા નક્તી ડેમમાં મળેલી એક યુવક અને યુવતીની લાશમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને પોલીસ સંશોધનના અઢી મહિના બાદ જિલ્લાના એસપીએ ખુલાસો કર્યો કે, બંનેની હત્યા આત્મહત્યા નહીં પરંતુ માન-સન્માનના ડરથી હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બંનેની હત્યા યુવતીના પિતા અને તેના કેટલાક સાથીદારોએ સાથે મળીને કરી હતી અને લાશને નક્તી ડેમમાં ફેંકી હતી. તમને જણાવી દઈએ કે, બંને મૃતક છોકરા-છોકરી સંબંધમાં પિતરાઇ ભાઇ-બહેન હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ ઘટના 14 માર્ચના રોજ બની હતી. પોલીસે આ કેસમાં હત્યાના આરોપસર છોકરીના પિતા તૂફાની યાદવની ધરપકડ કરી છે.

    પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના વૈજ્ઞાનિક સંશોધનથી સામે આવ્યું છે કે, 18 વર્ષીય કુંદન અને 16 વર્ષની સગીરાની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી હતી. સંશોધનથી બહાર આવ્યું છે કે, આ બંનેની હત્યા 12 માર્ચના રોજ કરવામાં આવી હતી અને પુરાવા છુપાવવા માટે ડેમમાં ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલો પ્રેમ પ્રસંગમાં આત્મહત્યાનો જણાવવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે, પોલીસે યુડી કેસ દાખલ કર્યો હતો.

    આ પણ વાંચોબનાસકાંઠા : '...અગલે જનમ મે મિલેંગે', જાતે લગ્ન કરી યુવતીની માંગમાં સિંદૂર પૂરી પ્રેમીપંખીડાએ સજોડે દુનિયાને કહ્યું અલવીદા

    પહેલા છોકરાની હત્યા કરી, પછી છોકરીની પણ હત્યા કરી

    પોલીસના જણાવ્યા અનુસાર, છોકરા અને છોકરી વચ્ચે ઘણાં વર્ષોથી પ્રેમ સંબંધ હતો અને બંને સંબંધોમાં પિતરાઇ ભાઇ-બહેન હતા. છોકરો ઘટનાના 1 દિવસ પહેલા દેવઘરથી તેના ગામ આવ્યો હતો. જ્યારે બંને મળવાના સ્થળ પર પહોંચ્યા ત્યારે યુવતીના પરિવારજનોને તે અંગેની માહિતી મળી હતી. ત્યારબાદ છોકરીના પિતા તૂફાની યાદવે તેના કેટલાક સંબંધીઓ સાથે મળીને પહેલા છોકરાની હત્યા કરી હતી અને ત્યારબાદ તેની પુત્રીની પણ હત્યા કરી હતી.

    આ પણ વાંચો - ગજબ પ્રેમ કહાની Video: Love મેરેજ બાદ પરિણીતાને પ્રથમ પ્રેમી માટે જાગ્યો પ્રેમ, પતિએ જ પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

    જામુઇના એસપી પ્રમોદકુમાર મંડળે જણાવ્યું હતું કે, 12 માર્ચે જ બંનેની હત્યા કરીને લાશને નકટી ડેમમાં ફેંકી દેવામાં આવી હતી. સંબંધમાં બંને પિતરાઇ ભાઇ અને બહેન એક જ ગામ ઝાઝાના પૈરગાહાના રહેવાસી હતા અને તેમના વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવતીના પિતા તૂફાની યાદવે તેના 5 સંબંધીઓ સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. એસપીએ એમ પણ કહ્યું હતું કે, તેમની પુત્રી એજ દિવસે તિલક આપવામાં આવ્યું હતું. તેમ છતાં, દીકરી પ્રેમીને મળવા ગઈ હતી, ત્યારબાદ બંનેની હત્યા કરવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published: