Home /News /national-international /

ચોંકાવનારી ઘટના, 4 વર્ષની બાળકીને અભ્યાસ ન કરવા બદલ માતા-પિતાએ માર મારતા મોત

ચોંકાવનારી ઘટના, 4 વર્ષની બાળકીને અભ્યાસ ન કરવા બદલ માતા-પિતાએ માર મારતા મોત

જમશેદપુર - માતા-પિતાએ દીકરીને માર મારતા મોત

Jamshedpur : ભણવા માટે કહેવામાં આવતું ત્યારે આનાકાની કરતી. 29 જૂને બાળકીને હાથ-પગ બાંધી માર મારવામાં આવી. જેના કારણે તેની તબિયત લથડી હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.

    જમશેદપુર: (Jamshedpur) ઝારખંડના જમશેદપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક બાળકીને ન ભણવાની એવી સજા મળી કે તે સાંભળીને સૌનું હૈયું કમકમી ઊઠ્યું હતું.મામલો પરસુદીહ પોલીસ સ્ટેશન વિસ્તારના બારીગોડાનો છે. વાસ્તવમાં 4 વર્ષની બાળકી(4 year old) દીપિકા મૈતીને, તેના માતાપિતાએ અભ્યાસ ન કરવા બદલ સખત સજા કરી હતી. તેના હાથ-પગ બાંધીને છોકરીને એટલો માર માર્યો કે તેનું મોત થઈ ગયું.(beaten till death) આ ઘટનાં પછી, પોલીસને જાણ કર્યા વિના, બાળકીને તેના માતાપિતા ગલુડી વિસ્તારમાં લઈ ગયા અને શબને દાંટી આવ્યા. હવે આ કેસમાં માતા-પિતા પર હત્યા, પુરાવા છુપાવવાનો ગુનો નોંધી પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. બાળકીનો મૃતદેહ મેળવવા માટે પરસુડીહ પોલીસની એક ટીમ ગલુડી જવા રવાના થઈ છે. પરસુડીહ પોલીસ સ્ટેશનના એએસઆઈ(ASI), સંતોષ લાલ ટુડુના નિવેદન પર બાળકીના પિતા ઉત્તમ મૈતી અને માતા અંજના દેવી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે માતા-પિતાની ધરપકડ કરી લીધી છે. બાળકીના માતા-પિતા મજૂરી કામ કરે છે. તેની બીજી પુત્રી છે, જે તેના મામાના ઘરે રહે છે.

    અભ્યાસ ન કરવા બદલ આપવામાં આવી ક્રૂર સજા

    કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર, 29 જૂને દીપિકા મૈતી નામની બાળકીનું મૃત્યુ થયું હતું. મૃતકના માતા-પિતાએ જણાવ્યું કે છોકરી ભણવા માંગતી ન હતી. જ્યારે તેને ભણવા માટે કહેવામાં આવતું ત્યારે આનાકાની કરતી. 29 જૂને બાળકીને હાથ-પગ બાંધી માર મારવામાં આવી. જેના કારણે તેની તબિયત લથડી હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. ડરના માર્યા માતાપિતાએ બાળકીને ટ્રેનમાં ગાલુડી લઈ ગયા અને મૃતદેહને સ્ટેશન પાસેના જંગલમાં દાટી દીધો. બાદ બંને પશ્ચિમ બંગાળના ઝારગ્રામ ગયા હતા. જ્યા બાળકીના મામા રહે છે. તેઓએ વિચાર્યું કે માહોલ શાંત થયી ગયો છે. 4 જુલાઈના રોજ યુવતીના માતા-પિતા ઘરે પરત ફર્યા. બાદ પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા હતા. જોકે પોલીસ બંનેની વાત હજી માની નથી. પોલીસને શંકા છે કે બાળકીનો મૃતદેહ બીજે ક્યાંક દફનાવવામાં આવ્યો હોઈ શકે છે. જ્યાં સુધી બાળકીનો મૃતદેહ નહીં મળે ત્યાં સુધી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવશે નહીં.

    પાડોશીઓએ પોલીસને જાણ કરી

    હકીકતમાં, જ્યારે છોકરીના માતા-પિતા 4 જુલાઈએ ઘરે પરત ફર્યા ત્યારે છોકરી તેમની સાથે ન હતી. જ્યારે પડોશીઓને શંકા ગઈ તો પોલીસને જાણ કરવામાં આવી. પાડોશીઓના જણાવ્યા અનુસાર બાળકીના માતા-પિતા લગભગ ત્રણ મહિનાથી બારીગોડામાં ભાડાના મકાનમાં રહેતા હતા. માતા-પિતા બાળકને વારંવાર મારતા હતા. આવી સ્થિતિમાં પાડોશીઓને બાળકીની હત્યાની શંકા ગઈ. પોલીસે બંનેની કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ સાચી હકીકત જણાવી હતી.

    કેસની તપાસ કરી રહેલા પરસુદીહના એસએચઓ(SHO)એ જણાવ્યું કે છોકરીને તેના માતા-પિતાએ અભ્યાસ ન કરવા પર તેને બાંધી માર માર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. બાળકીના મૃતદેહને ગાલુડીમાં દફનાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતદેહને રિકવર કરવા માટે બાળકીના માતા-પિતા સાથે એક ટીમ ગલુડી ખાતે રવાના થયી છે. તેની સાથે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    આ પણ વાંચોલીંબડી હત્યા મામલે ચોંકાવનારા ખુલાસા, રક્ષાનુ વચન આપનાર ભાઇ જ નીકળ્યો હત્યારો

    રેલ્વે લાઇન પાસેની ઝાડીમાં બાળકીનો મૃતદેહ મળ્યો

    પોલીસે મોડી સાંજે ગાલુડી અને રખામિન્સ રેલ્વે સ્ટેશન વચ્ચેની ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. હવે બાળકીના માતા-પિતાએ પોલીસને જણાવ્યું કે છોકરીની લાશને ચાલતી ટ્રેનમાંથી ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી
    Published by:kiran mehta
    First published:

    Tags: Jharkhand, Jharkhand News, ઝારખંડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन