12 કેરી માટે મળ્યાં 1.20 લાખ રૂપિયા, તુલસીએ સ્માર્ટફોન ખરીદી ફરી શરૂ કર્યો અભ્યાસ; બેંક ખાતામાં રૂ. 1 લાખની FD પણ

ઝારખંડમાં અનેક તુલસી.

Jamshedpur News: પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી જમશેદપુરની કહાની જાણીને મુંબઈના એક વ્યક્તિએ તેની પાસેથી એક ડઝન કેરી રૂપિયા 1.20 લાખમાં ખરીદી હતી. આવું કરવા પાછળનું ઉદેશ્ય વિદ્યાર્થિનીને મદદ કરવાનો હતો.

 • Share this:
  રાંચી: ઝારખંડની સરકારી સ્કૂલો (Jharkhand government schools)માં નોંધાયેલા 40 લાખ બાળકોમાંથી ફક્ત 13 લાખ બાળકોના માતાપિતા પાસે જ સ્માર્ટફોન (Smartphone) છે. એટલે કે 27 લાખ બાળકો ઓનલાઇન અભ્યાસ (Online education)થી વંચિત રહે છે. આવા બાળકોનો માતાપિતા પાસે સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા નથી. કોરોનાકાળમાં મોબાઇલ ન હોવાથી જમશેદપુર (Jamshedpur)માં સરકારી સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પરેશાન હતી. જોકે, તેણી હિંમત ન હારી. તુલસી (11 year old girl Tulsi) નામની વિદ્યાર્થીનીએ પાસેના બગીચામાંથી કેરી તોડી હતી અને જમશેદપુરના એક રસ્તા પર પોતાની નાની દુકાન સજાવી દીધી હતી. તુલસીને આશા હતી કે તેની નાની દુકાન પર કોઈની તો નજર પડશે. તુલસીના દિમાગમાં વિચાર આવ્યો કે આવી રીતે કેરી વેચીને પૈસા એકઠા કરી તેણી સ્માર્ટફોન ખરીદી શકશે.

  ન્યૂઝ18 તરફથી આ કહાની બતાવવામાં આવી હતી. જે બાદમાં અનેક લોકો તુલસીની મદદ માટે આગળ આવ્યા હતા. જમશેદપુરથી સેંકડો કિલોમીટર દૂર મુંબઈમાં valuable edutainment નામની કંપની ચલાવતા અમેય હેટેએ ( Ameya Hete) જ્યારે આ સમાચાર જોયો ત્યારે તેમનાથી રહેવાયું ન હતું. તેમણે તાત્કાલિક તુલસીની તમામ કેરી ખરીદી લીધી હતી. તેમણે તમામ કેરી 10-10 હજાર રૂપિયાના ભાવથી ખરીદી હતી અને તુલસીના પિતા શ્રીમલ કુમારના બેંક ખાતામાં સવા લાખ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. હવે તુલસી પાસે આખું વર્ષ ચાલે તેવા ઇન્ટરનેટના રિચાર્જ સાથેનો સ્માર્ટફોન આવી ગયો છે. તુલસી પાસે આગળના અભ્યાસ માટે આશરે એક લાખ રૂપિયા જેટલી ફિક્સ્ડ ડિપોઝિટ પણ આવી ગઈ છે.

  આ પણ વાંચો: પ્રાઇવેટ જેટના ડર્ટી સિક્રેટ્સનો ખુલાસો: 'એ દિવસે મને એવું લાગી રહ્યું હતું કે હું કોઈ એર હોસ્ટેસ નહીં પરંતુ વેશ્યા છું'

  ઝારખંડમં લાખો તુલસી

  જોકે, તમામના નસિબ તુલસી જેવા નથી હોત. ઝારખંડમાં અનેક ગામડા અને ખૂણામાં આવી અનેક તુલસી છે. કોરોનાને પગલે આ તુલસીઓનો અભ્યાસ અટકી ગયો છે. તેઓ સ્કૂલે જઈ નથી શકતી અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી સ્માર્ટફોન ખરીદીને અભ્યાસ કરી શકતી નથી. આવી અનેક તુલસીઓને અમેય હેટે જેવા મદદગારની રાહ છે.

  આ પણ વાંચો: સમાગમ વખતે પ્રાઇવેટ પાર્ટમાં વર્ટિકલ ફ્રેક્ચર, UKમાં દુનિયાનો પ્રથમ કેસ નોંધાયો


  આ પણ વાંચો: 'મારા બાળકોને સાચવજો, મારે આ કહેવાની જરૂર નથી, પરંતુ મા છું એટલે કહ્યા વગર રહેવાતું નથી'


  દૂરદૂર્શન અને આકાશવાણીથી અભ્યાસ

  કોરોનાકાળમાં 17 માર્ચ, 2020થી ઝારખંડમાં સ્કૂલો બંધ છે. હાલ ક્લાસરૂમના વિકલ્પ તરીકે ડીજી એપ અને વૉટ્સએપના માધ્યમથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ આનાથી એવા બાળકો જ અભ્યાસ કરી શકે છે જેમની પાસે ઇન્ટરનેટ સાથેનો સ્માર્ટફોન છે. સરકારી આંકડા પ્રમાણે ઝારખંડમાં 27 લાખ બાળકો ડિજિટલ ક્લાસથી વંચિત છે. આ બાળકો માટે હાલ ઝારખંડ સરકારે દૂરદર્શન અને આકાશવાણીની મદદ લીધી છે અને ક્લાસ શરૂ કર્યાં છે. દૂરદર્શન પર સોમવારથી શુક્રવાર સુધી સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી વર્ગ પ્રમાણે ક્લાસ ચાલે છે. પરંતુ જેમના ઘરે ટીવી અથવા રેડિયો સેટ નથી તેમને આ ઑનલાઇન ક્લાસ પણ નસિબમાં નહીં થાય.
  Published by:Vinod Zankhaliya
  First published: