Home /News /national-international /‘સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા’ જમશેદ જે ઇરાનીએ દુનિયાને કહ્યું અલવિદા, જમશેદપુરમાં જ લીધા અંતિમ શ્વાસ

‘સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા’ જમશેદ જે ઇરાનીએ દુનિયાને કહ્યું અલવિદા, જમશેદપુરમાં જ લીધા અંતિમ શ્વાસ

ભારતના સ્ટીલમેનનું નિધન

Jamshed J Irani Death: દેશના સ્ટીલ મેન તરીકે ઓળખાતા 86 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

 • News18 Gujarati
 • Last Updated :
 • Jamshedpur, India
  Jamshed J Irani Death: દેશના સ્ટીલ મેન (Steel Man on India) કહેવાતા જમશેદ જે ઈરાનીએ આ દુનિયાને અલવિદા (Jamshed J Irani Death) કહી દીધું છે. તેમણે સોમવારે (31 ઓક્ટોબર) રાત્રે જમશેદપુર (Jamshedpur)માં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા. ટાટા સ્ટીલે (Tata Steel) આ જાણકારી આપી હતી.

  જમશેદપુરમાં લીધા અંતિમ શ્વાસ

  ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતના સ્ટીલ મેન હવે આપણી વચ્ચે નથી રહ્યા. પદ્મ વિભૂષણ ડો. જમશેદ જે ઈરાનીના નિધનની જાણકારી આપતા ટાટા ગ્રુપને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે 31 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યે જમશેદપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈરાની જૂન 2011માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા.

  1963માં પૂર્ણ કર્યુ પીએચડી

  જી.જી.ઈરાની અને ખુર્શીદ ઈરાનીના ઘરે 2 જૂન, 1936ના રોજ જન્મેલા જમશેદે 1956માં નાગપુરની સાયન્સ કોલેજમાંથી બીએસસી કર્યું હતું. આ સાથે જ તેમણે 1958માં નાગપુર યુનિવર્સિટીમાંથી એમએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ જે.એન. ટાટા સ્કોલર તરીકે યુકેની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ ગયા અને 1960 માં માસ્ટર્સ પૂર્ણ કર્યું. તેમણે 1963માં પીએચડી પણ કરી હતી.

  ભારતમાં કરી ટાટા સ્ટીલની શરૂઆત

  નોંધનીય છે કે જમશેદ ઇરાનીએ 1963માં બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશન સાથે પોતાની પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમનું સપનું હંમેશા દેશની પ્રગતિમાં યોગદાન આપવાનું હતું. તેઓ 1968માં ભારત પરત ફર્યા અને ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના કરી, જે આજે ટાટા સ્ટીલ તરીકે ઓળખાય છે.\

  આ પણ વાંચો: નવા મહિને ઇન્શ્યોરન્સ, GST અને લાઇટબિલને લગતા આ નિયમો બદલાઈ ગયા! તમારે જાણવા જરૂરી

  આ પોસ્ટ પર આપી ચૂક્યા છે સેવા

  જમશેદ જે. ઈરાની 1978માં જનરલ સુપરિન્ટેન્ડન્ટ બન્યા હતા. તેમને 1979માં જનરલ મેનેજર અને 1985માં ટાટા સ્ટીલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 1988માં ટાટા સ્ટીલના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર અને 1992માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા. તેઓ 2001માં નિવૃત્ત થયા હતા. તેમણે ટાટા મોટર્સ અને ટાટા ટેલિસર્વિસિસ સહિત ટાટા જૂથની કેટલીક કંપનીઓના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन