Home /News /national-international /જમ્મુમાં મોદીએ રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું, બજેટ સાંભળી વિપક્ષના નેતાના હોંશ ઉડી ગયા હતા

જમ્મુમાં મોદીએ રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું, બજેટ સાંભળી વિપક્ષના નેતાના હોંશ ઉડી ગયા હતા

જો કે સરકાર આવો નિર્ણય લે છે તો જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓને યુવાનોને ભડકાવવાનો નવો મુદ્દો ચોક્કસથી મળશે. વળી પાકિસ્તાન પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ પણ તેમના નિવેદનમાં કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરના સંવિધાનિક માળખામાં જો કોઇ બદલાવ લવાશે તો તે બિલકુલ ચલાવી નહીં લેવાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની સમસ્યા અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 'કોંગ્રેસ પાર્ટીની નીયત ક્યારેય ખેડૂતોનું દેવું માફ કરવાની હતી જ નહીં. કોંગ્રેસ ખેડૂતોના નામે કાયમ દલાલોના ખિસ્સા ભરતી આવી છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: આજે સવારથી વડા પ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાતમાં વડા પ્રધાન મોદીએ સવારે લેહ યૂનિવર્સિટીનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ લેહ એરપોર્ટ સહિત અનેક યોજનાઓને ખુલ્લી મૂકી હતી. બપોરે જમ્મુમાં એક રેલીમાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું, “પરમદિવસે જ્યારે અમારા નાણા મંત્રી બજેટ સંભળાવી રહ્યાં હતા ત્યારે વિપક્ષનો ચહેરો ઉતરી ગયો હતો. તેમનો હોંશ ઉડી ગયો હતો. ”

    વડા પ્રધાન કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું, “ કોંગ્રેસ ખેડૂતોના નામે હંમેશા દલાલોના ખિસ્સા ભરતી આવી છે. ખેડૂતોની દેવા માફીની તેમની પડી નથી. દેવા માફીના નામે કોંગ્રેસે દલાલોને જ સમૃદ્ધ કર્યા છે. કોંગ્રેસે વર્ષ 2008માં ચૂંટણી જીતવા માટે ખેડૂતોના કરજની માફીની જાહેરાત કરી હતી. એ વખતે દેશના ખેડૂતો માથે 6 લાખ કરોડનું દેવું હતું, જ્યારે કોંગ્રેસે ફક્ત 52 હજાર કરોડ રૂપિયાનું દેવું જ માફ કર્યુ હતું. ”

    આ પણ વાંચો: PM મોદીએ લેહમાં વિકાસ યોજનાઓના શિલાન્યાસ બાદ કહ્યું: લોકાર્પણ કરવા પણ આવીશ

    સેના અને બોર્ડર સિક્યોરિટીના મુદ્દે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, “ હું દરેક શીદ પરિવારોને વિશ્વાસ અપાવું છું કે દેશની આ સરકાર દરેક ડગલે તમારી સાથે ઊભી છે. સીમા પારના ગોળીબારનો સામનો કરી રહેલા પરિવારનો વિશ્વાસ અપાવું છું કે તમારી સુરક્ષા અમારી જવાબદારી છે. અમે બોર્ડેર પર 14 હજાર બંકરો બાંધી રહ્યાં છીએ, જેથી આપ સૌ સુરક્ષિત રહી શકશો. ”

    જમ્મુ કાશ્મીરના લોકોનો આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ વધારે જણાવ્યું હતું, “પાછલા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 70 ટકા મતદાન થયું હતું અને હિંસાનો એક પણ બનાવ બન્યો નહતો, જે અભૂતપૂર્વ છે. ”

    કોળી સમાજને PMએ આપ્યો સંદેશ, 'કોળી સમાજની એકતા જ એમની તાકાત'
    Published by:Jay Mishra
    First published:

    Tags: Election 2019, Union Budget 2019, જમ્મુ, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन