બારામુલા જમ્મુ કાશ્મીરનો પ્રથમ 'આતંકવાદ મુક્ત' જિલ્લો બન્યો

News18 Gujarati
Updated: January 24, 2019, 3:41 PM IST
બારામુલા જમ્મુ કાશ્મીરનો  પ્રથમ 'આતંકવાદ મુક્ત' જિલ્લો બન્યો
ફાઇલ તસવીર

બુધવારે સેનાએ બારામુલા જિલ્લામાં એક સાથે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, ત્યાર બાદ જાહેરાત કરાઈ કે આ જિલ્લામાં એક પણ જીવિત આતંકવાદી નથી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લાને આંતકી સંગઠન હિઝ્બુલ મુજાહિદ્દીનનો ગઢ માનવામાં આવતો હતો. જોકે, હવે ભારતીય સેના અને પોલીસે આ જિલ્લાને આંતકવાદીઓથી મુક્ત કરી દીધો છે.

બારામુલા રાજ્યનો પ્રથમ આતંકવાદી મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે બારામુલા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા. મરનાર આતંકવાદીઓ લશ્કર-એ તૌયબા સાથે જોડાયેલા હતા, જેમની ઓળખ સુહૈબ ફારુખ અખૂન, મોહસિન મુશ્તાક ભટ, નાસિર અહમદ દર્જીના નામે થઈ હતી.

આ પણ વાંચો: જયંતિ ભાનુશાળી હત્યા કેસ: છબિલ પટેલના ફાર્મ હાઉસમાંથી બે લોકોની સત્તાવાર ધરપકડ

બારામુલા આતંકવાદી મુક્ત જિલ્લો થયાની જાણકારી જમ્મુ કાશ્મીરના પોલીસના ડીજીપી દિલબાગ સિંહે આપી હતી. તેમણે ગુરૂવારે કહ્યું, “ બુધવારે જિલ્લામાં થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા, જેની સાથે બારામુલા રાજ્યનો પ્રથમ આતંકવાદી મુક્ત જિલ્લો બની ગયો છે. હવે અહીંયા એક પણ જીવિત આતંકવાદી નથી.”

અધિકારીએ જાણકારી આપી કે ઘટના સ્થળથી હથિયાર અને અન્ય સામગ્રી એકઠી થઈ છે. આતંકવાદીઓની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ બારામુલા જિલ્લાના બિન્નેર વિસ્તારને ઘેરી અને સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતું. સર્ચ ઑપરેશન દરમિયાન જ ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

આ પણ વાંચો: Analysis:મોદી સામે પ્રિયંકા, વારાણસીમાં થઈ શકે છે 2019ની સૌથી મોટી ટક્કર!
First published: January 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading