શ્રીનગર : જમ્મુ કાશ્મીર સ્થિત શ્રીનગરમાં દિવસે આતંકી હુમલાની (Terror Attack) ઘટના સામે આવી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મળેલી જાણકારી પ્રમાણે શ્રીનગરમાં ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ માર્ગ પર બઘત વિસ્તારમાં શુક્રવારે બે આતંકવાદીઓના હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ બંને પોલીસકર્મીઓને ઘણી નજીકથી ગોળી મારી હતી.
પોલીસે જણાવ્યું કે બંને પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. એક શહીદ કોન્સ્ટેબલની ઓળખ સોહેલના રૂપમાં થઇ છે. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાબળોએ હુમલાખોરની શોધમાં અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા ત્રણ દિવસોમાં શહેરમાં આ બીજો હુમલો છે.
આ પહેલા આતંકવાદીઓએ બુધવારે શહેરનાં હાઇ સુરક્ષાવાળા દુર્ગાનાગ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ માલિક અને તેના પુત્રને ગોળી મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે વિભિન્ન દેશોના રાજનયિકોના 24 સભ્યોના પ્રનિતિધિમંડળે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિની સમીક્ષા માટે બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશનો પ્રવાસ કર્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર