જમ્મુ-કાશ્મીરના રાજોરી જીલ્લામાં શુક્રવારે થયેલા IED બ્લાસ્ટમાં એક જૂનિયર કમીશંડ અધિકારી (જેસીઓ) અને એક અન્ય જવાન શહીદ થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના રાજોરી જીલ્લામાં આજે શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ IED બ્લાસ્ટ કર્યો છે. આ ઘટનાની જાણકારી અધિકારીઓએ આપી છે.
સેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ આતંકવાદીઓને રાજોરી જીલ્લાના લામ સેક્ટરમાં બોર્ડર પર ડ્યુટી કરી રહેલા સૈનિકોને નિશાન બનાવી નિયંત્રણ રેખાના માર્ગ પર IED લગાવી રાખ્યા હતા.
તેમણે કહ્યું કે, આ બ્લાસ્ટમાં એક જીસીઓ સહિત બે જવાન ઘાયલ થયા હતા, જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન બેના મોત નિપજ્યા છે.
વધુ માહિતી આપતા કહ્યું કે, પાકિસ્તાની સેના તરફથી થતા IED ધમાકા અને હુમલાને લઈ બોર્ડર પર ડ્યુટી કરી રહેલા તમામ સૈનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર