Home /News /national-international /

J&K: બારામૂલામાં નાકા પાર્ટી પર આતંકી હુમલો, એક પોલીસ અધિકારી અને બે CRPF જવાન શહીદ

J&K: બારામૂલામાં નાકા પાર્ટી પર આતંકી હુમલો, એક પોલીસ અધિકારી અને બે CRPF જવાન શહીદ

ફાઇલ તસવીર

નાકા પાર્ટી પર અચાનક હુમલો કરીને આતંકવાદીઓ ફરાર થઈ ગયા, સુરક્ષા દળોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન

    શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના બારામૂલા (Baramulla)માં સીઆરપીફ (CRPF)ની નાકા પાર્ટી પર સોમવારે આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદી (Terrorist)ઓએ બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં હુમલાને અંજામ આપ્યો છે. આ હુમલામાં એક પોલીસ (Police) અધિકારી અને બે સીઆરપીએફ (CRPF) જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયે અંતિમ શ્વાસ લીધા હતા.

    મળતી જાણકારી મુજબ, આતંકવાદીઓએ સોમવારે બારામૂલાના ક્રેરી વિસ્તારમાં નાકા પાર્ટીમાં તૈનાત સીઆરપીએફના બે જવાનોને પોતાના નિશાન બનાવ્યા હતા. હુમલાને અંજામ આપ્યા બાદ આતંકવાદી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ અને સીઆરપીએફે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. અહેવાલ છે કે હુમલાને અંજામ આપ્યા બાદ ગામમાં જ ક્યાંક છુપાયેલા છે.


    આ પણ વાંચો, ઉંમર માત્ર 21, એક વર્ષથી પણ ઓછા સમયમાં બે લોકોની હત્યા અને 9 લૂંટ

    હુમલામાં ઘાયલ પોલીસ અધિકારી અને સીઆરપીફના બે જવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેય શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે.

    આ પણ વાંચો, પ્રેમિકાને મળવા ચૂપચાપ તેના ઘરે ગયો હતો યુવક, ગામ લોકોએ પકડીને કરાવી દીધા લગ્ન

    નોંધનીય છે કે, 12 ઓગસ્ટે પણ આતંકવાદીઓએ બારામૂલામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી હતી. આતંકવાદીઓએ તે સમયે સોપોરમાં પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી. આ હુમલામાં સેનાના એક જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાન 15 ગઢવાલ રેજિમેન્ટના હોવાનું સામે આવ્યું હતું જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Baramulla, CRPF, Jammu and kashmir, Jammu Kashmir, Martyr, આતંકવાદ, આતંકી, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन