જમ્મૂ-કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં લશ્કરી કમાન્ડર સહિત 5 આતંકવાદીઓ ઠાર, સેનાએ વિસ્તાર કોર્ડન કર્યો
જમ્મૂ-કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં લશ્કરી કમાન્ડર સહિત 5 આતંકવાદીઓ ઠાર, સેનાએ વિસ્તાર કોર્ડન કર્યો
તસવીર- ANI
Kashmir Pulwama Encounter:પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર નિશાજ લોન અને એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા હતા.
શ્રીનગર: શુક્રવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ સૈન્યની કાર્યવાહી હજી ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (આઇજી) વિજય કુમારે આ માહિતી આપી. આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. તેમણે કહ્યું, “પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર, નિશાજ લોન અને એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં કુલ 5 આતંકવાદીઓ માર્યા ગયા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના રાજપુરાના હાજિન ગામમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો હતો.
પ્રારંભિક ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. વધારાના જવાનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંબંધિત હતા. (ઇનપુટ- ભાષા)
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર