જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં સેના અને પોલીસ (Jammu Police)ની કડકાઈ બાદ હવે આતંકીઓમાં ભયનો માહોલ છે. તેમની યોજનામાં નિષ્ફળ ગયા બાદ હવે આતંકવાદીઓ નાગરિકોને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સોમવારે બડગામ જિલ્લાના બડગામમાં આતંકવાદીઓએ એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી (Terrorist Attack in Budgam). આ માહિતી પોલીસે આપી હતી. બડગામ એસપીએ જણાવ્યું કે જે વ્યક્તિને ગોળી વાગી હતી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત થઈ ગયું. આતંકવાદીઓ દ્વારા ગોળી મારનાર વ્યક્તિનું નામ તજમુલ મોહિદ્દીન રાથર જણાવવામાં આવી રહ્યું છે.
Jammu & Kashmir | A non-local labourer shot at by terrorists in Gangoo village, Pulwama district; the labourer has been shifted to District Hospital Pulwama in an injured condition. Security forces cordoned off the area. Further details awaited: Police
બડગામની ઘટના ઉપરાંત પુલવામાથી પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક બિન સ્થાનિક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારી હતી. મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના બાદ સુરક્ષા દળોએ બંને વિસ્તારોને ઘેરી લીધા છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે સેના અને રાજ્ય પોલીસ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. સેના અને પોલીસની કડકાઈના કારણે આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસો પણ નિષ્ફળ થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે પોલીસે પુલવામામાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir News)માં 6 માર્ચના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો (Terrorist attack in Srinagar) હતો જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર