J&K: શોપિયાંમાં સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા, એન્કાઉન્ટરમાં જવાન શહીદ

News18 Gujarati
Updated: August 2, 2019, 8:00 AM IST
J&K: શોપિયાંમાં સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા, એન્કાઉન્ટરમાં જવાન શહીદ
પ્રતીકાત્મક તસવીર

શોપિયાં જિલ્લામાં ગુરુવાર મોડી રાતથી સુરક્ષા દળોનું આતંકવાદી સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

  • Share this:
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગુરુવાર મોડી રાતથી સુરક્ષા દળોનું આતંકવાદી સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો છે. પોલીસના અધિકારીએ જણાવ્યું કે બદ્રહામા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. અધિકારીએ કહ્યું કે આ દરમિયાન સુરક્ષા દળોએ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓને ઘેરી લીધા છે.

આ દરમિયાન કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવ્યું છે કે અહીં ત્રણ આતંકવાદી હતા, જેમાંથી એકને ઠાર મારવામાં આવ્યો છે. જોકે, હજુ આ વાતની ઓફિશિયલ પુષ્ટિ નથી થઈ શકી. આ ફાયરિંગમાં એક તરફ આતંકવાદીઓ છે તો બીજી તરફ ભારતીય સેના, સીઆરપીએફ અને પોલીસના જવાન સાથે છે.

આ પણ વાંચો, વિધાનસભા ચૂંટણીની હલચલ વચ્ચે J&Kમાં વધુ 25 હજાર જવાન મોકલાશે

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષા દળોએ સતત આતંકીઓને નિશાને પર લીધા છે. શોપિયાંમાં સુરક્ષા દળો એન આતંકવાદીઓ વચ્ચે સતત બીજા દિવસે એન્કાઉન્ટર થયું છે. આ પહેલા ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. બીજી તરફ, બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)ની પાસે ઘૂસણખોરી કરી રહેલા ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ મંગળવાર મોડી રાત્રે ઠાર માર્યો હતો.
First published: August 2, 2019
વધુ વાંચો
अगली ख़बर