Jammu Kashmir: શ્રીનગરના માર્કેટમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, એક નાગરિકનું મોત, 12થી વધુ ઘાયલ
Jammu Kashmir: શ્રીનગરના માર્કેટમાં આતંકવાદીઓનો ગ્રેનેડથી હુમલો, એક નાગરિકનું મોત, 12થી વધુ ઘાયલ
ગ્રેનેડ હુમલા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. (ફોટો ક્રેડિટ્સ- ANI)
Grenade Attack in Srinagar : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir News)માંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો (Terrorist attack in Srinagar) હતો જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir News)માંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો (Terrorist attack in Srinagar) હતો જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં એક નાગરિકનું મોત થયું છે.
Jammu and Kashmir: Several injured including police personnel in a grenade attack at Amira Kadal market, Srinagar. All the injured have been shifted to hospital: Police pic.twitter.com/mfhDhlKD2v
પ્રારંભિક માહિતી અનુસાર ગ્રેનેડ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આતંકવાદીઓના અચાનક હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉતાવળમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. હાલમાં ગ્રેનેડ હુમલો કોણે કર્યો અને કયા હેતુથી કર્યો તેનો ખુલાસો થયો નથી. આતંકવાદીઓને પકડવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
મળતી માહિતી મુજબ જે સમયે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો તે સમયે અમીરાકદલ માર્કેટમાં સુરક્ષાદળોની ટુકડી હાજર હતી અને સુરક્ષાદળો આતંકીઓના નિશાના પર હતા, પરંતુ જ્યારે તેમણે ગ્રેનેડ ફેંક્યો ત્યારે તે લક્ષ્ય ચૂકી ગયો. અને ગ્રેનેડ મુખ્ય બજાર તરફ પડ્યો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર