જમ્મુ કાશ્મીર : જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)ના કુલગામ (Kulgam)જિલ્લામાં આતંકીઓએ કેન્દ્રીચ રિઝર્વ પોલીસ બળ (Central Reserve Police Force)ના બંકર પર હુમલો કર્યો છે. આતંકીઓએ આ હુમલો કુલગામ જિલ્લાના નેહામામાં સીઆરપીએફ કેમ્પની (Nehama CRPF Camp) બહાર કર્યો છે. આ ઘટનામાં CRPFનો એક જવાન ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય રહ્યું છે.
જાણકારી પ્રમાણે સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓનો એક જ દિવસમાં સુરક્ષાબળો પર આ બીજો હુમલો છે. આ પહેલા સવારે આતંકવાદીઓએ બારામૂલા (Baramulla)માં સુરક્ષાબળોની એક પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલાનાં પોલીસના એક અફસર અને બે CRPFના જવાન શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના બારામૂલામાં સીઆરપીએફની નાકા પાર્ટી (CRPF Naka Party) પર સોમવારે સવારે થયેલા આંતકી હુમલા (Terrorist Attack)માં શહીદ થયેલા સાથીઓનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે. સીઆરપીએફની નાકા ટીમ પર હુમલાના દોઢ કલાકની અંદર જ ભારતીય સુરક્ષાદળોએ વિસ્તારમાં છુપાયેલા ત્રણેય આતંકવાદીઓને ઢાળી દીધા છે. ઠાર મરાયેલા તમામ આતંકી લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર