Home /News /national-international /Jammu Kashmir: શોપિયાના ચેરમાર્ગ એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, 2 જવાન શહીદ

Jammu Kashmir: શોપિયાના ચેરમાર્ગ એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, 2 જવાન શહીદ

અથડામણ શનિવારે સવારે એ સમયે શરૂ થઇ જ્યારે સુરક્ષા બળોને આતંકીઓની હાજરીની સૂચના મળ્યા પછી વિસ્તારની ઘેરાબંધી કરવાનું શરુ કર્યું હતું (File pic ANI)

Shopian Encounter: સુરક્ષા બળોએ આત્મસમર્પણ કરવા માટે કહ્યું તો આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ગોળીબારી શરુ કરી હતી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના ( Jammu Kashmir)શોપિયામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ (Shopian encounter) થઇ છે. આ અથડામણમાં સુરક્ષા બળોએ એક આતંકીને ઢેર (terrorist killed)કર્યો છે. જોકે આ અથડામણમાં બે જવાન શહીદ (jawans martyred)થયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષા બળો પોતાની પોઝિશન પર આગળ વધી રહ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે. કાશ્મીર ઝોન પોલીસના મતે શોપિયાના જૈનાપોરા વિસ્તારના ચેરમાર્ગમાં અથડામણ ચાલી રહી છે. પોલીસ અને સુરક્ષા બળો પોતાના પોઝિશન પર ડટેલા છે. બીજી જાણકારી જલ્દી આપવામાં આવશે.

અથડામણ શનિવારે સવારે એ સમયે શરૂ થઇ જ્યારે સુરક્ષા બળોને આતંકીઓની હાજરીની સૂચના મળ્યા પછી વિસ્તારની ઘેરાબંધી કરવાનું શરુ કર્યું હતું. વિસ્તારમાં કેટલા આતંકી છે તેની સૂચના નથી પણ સુરક્ષા બળોએ વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે. સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બન્ને તરફથી ફાયરિંગની પણ સૂચના છે.

આ પણ વાંચો - punjab election 2022 : હું ભગત સિંહનો શિષ્ય, લોકો મને આતંકી બનાવવામાં લાગ્યા છે : અરવિંદ કેજરીવાલ

સંતાઇની સુરક્ષા બળો પર ગોળી ચલાવી દીધી

પોલીસના મતે જૈનપોરાના ચેરમાર્ગમાં સુરક્ષા બળોને આંતકીઓ હોવાની સૂચના મળી હતી. આ પછી એસઓજી, સેના અને સીઆરપીએફના સંયુક્ત દળ ત્યાં પહોંચી ગયા અને સઘન તલાશી અભિયાન ચલાવ્યું હતું. સુરક્ષા બળોએ આત્મસમર્પણ કરવા માટે કહ્યું તો આતંકવાદીઓએ સુરક્ષા બળો પર ગોળીબારી શરુ કરી હતી. જેના જવાબમાં સુરક્ષા બળના જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો અને એક આતંકીને ઢેર કર્યો હતો.

આ પણ વાંચો - Russia-Ukraine news: યૂક્રેનના દાવો - સરહદ પર 1.5 લાખ રશિયાના સૈનિકો તૈનાત, વિદ્રોહી પણ કરી રહ્યા છે ગોળીબારી
" isDesktop="true" id="1181142" >

થોડા દિવસો પહેલા જૈશ કમાંડર સહિત 5 આતંકીને ઠાર કર્યા હતા

થોડા દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદીઓ સામે સુરક્ષા બળોના બે એન્કાઉન્ટર (Pulwama and Budgam encounter) થયા હતા. જેમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. આ પાંચ આતંકવાદીઓમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો (Jaish e Mohammad) કમાન્ડર ઝાહિદ વાની (Zahid Wani) અને એક પાકિસ્તાની (Pakistani Terrorists) આતંકવાદીનો સમાવેશ થતો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ બંને એન્કાઉન્ટર પુલવામા અને બડગામમાં થયા હતા.
First published:

Tags: Jammu Kashmir, Terrorist Encounter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો