JAMMU KASHMIR TARGET KILLING: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ આધારકાર્ડ ચેક કરીને લઘુમતીઓને નિશાન બનાવ્યા હતા. રાજૌરીમાં મંદિર નજીક હુમલામાં ચાર લોકોના મોત થયા. હુમલામાં અન્ય છ લોકો ઘાયલ થયા હતા
JAMMU KASHMIR TARGET KILLING: જમ્મુ કાશ્મીરના રાજૌરીના અપર ડાંગરી વિસ્તારમાં રવિવારે સાંજે લગભગ 7 વાગે બે સશસ્ત્ર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ચાર લોકોના મોત થયા. હુમલામાં અન્ય છ લોકો ઘાયલ થયા હતા. હાજર લોકોના જણાવ્યા અનુસાર, બંને આતંકવાદીઓએ રાજૌરીથી 8 કિલોમીટર દૂર અપર ડાંગરી વિસ્તારમાં મંદિરની નજીક 3 લઘુમતી ઘરોને નિશાન બનાવ્યા હતા.
ઘટના નજરે જોનાર લોકોનું કહેવું છે કે આ લોકોના આધાર કાર્ડ જોઈને આતંકવાદીઓએ કથિત રીતે અહીંના ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં માર્યા ગયેલા લોકોની ઓળખ પ્રિતમ શર્મા, તેમના પુત્ર આશિષ કુમાર, દીપક કુમાર અને શીતલ કુમાર તરીકે થઈ છે.
जम्मू-कश्मीर: राजौरी के डांगरी गांव में कल हुए आतंकी हमले में 4 नागरिकों की हत्या के बाद इलाके में सुरक्षा कड़ी की गई है। pic.twitter.com/CZsQu44KlW
આ ઘટનાને પગલે રાજકીય પક્ષોની ચર્ચા પણ બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આતંકવાદને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું હતું કે આ ઘટના 'ખૂબ જ ગંભીર' છે અને તે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ સુધારવાના સરકારના દાવાઓને ખોટા સાબિત કરી સાચી સ્થિતિને છતી કરે છે.
2 ઘાયલોને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા
આ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા 6 લોકોમાંથી 2ને એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવ્યા છે. હુમલાના વિરોધમાં રાજૌરીમાં સોમવારે અનેક રાજકીય અને સામાજિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે રવિવાર સાંજથી આ વિસ્તારમાં તાકીદે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
" isDesktop="true" id="1311766" >
સરકાર પર કોંગ્રેસનું નિશાન
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, "કોંગ્રેસ રાજૌરીમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. આ ઘટના ખૂબ જ ગંભીર અને આશ્ચર્યજનક છે. તે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ સુધારવાના સરકારના દાવાઓને છતી કરે છે." પ્રવક્તાએ વધુમાં કહ્યું કે સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. પહેલા કાશ્મીરમાં અને હવે જમ્મુમાં પણ હવે આવી ઘટના બનવાના કારણે સ્થાનિકોમાં ગભરાટનો માહોલ છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર