Kashmir News: પાકિસ્તાન સમર્થિત આતંકવાદી કાશ્મીરમાં મોટા હુમલાની ફિરાકમાં, સુરક્ષાબળો સતર્ક

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી કાશ્મીરમાં મોટા હુમલાની ફિરાકમાં, સુરક્ષાબળો સતર્ક (પ્રતિકાત્મક તસવીર)

jammu Kashmir News : સુરક્ષાબળોની સખત નજરથી હતોત્સાહિત પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સ્થાનીય યુવકોને પ્રલોભન આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે

  • Share this:
    જમ્મુ : 15મી ઓગસ્ટના (independence day) થોડાક દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના (jammu Kashmir News)પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે (J&K DGP Dilbag Singh) બુધવારે ખુલાસો કર્યો કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી (terrorist)સંગઠન કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ સાથે તેમણે ભાર આપીને કહ્યું કે આવા કોઇ પણ પ્રયત્નને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષાબળો (strictly furious)સતર્ક છે.

    દિલબાગ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર બંને ભાગોમાં આતંકવાદને નાબુદ કરવાનું અભિયાન ચાલું છે. સુરક્ષાબળોની સખત નજરથી હતોત્સાહિત પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે સ્થાનીય યુવકોને પ્રલોભન આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે કિશ્તવાડમાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા કહ્યું કે સૂચના છે કે લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દિન અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જમ્મુ ક્ષેત્રની સાથે કાશ્મીર ક્ષેત્રમાં મોટા હુમલાને અંજામ આપવાની તક શોધી રહ્યા છે. આપણા સુરક્ષા બળો સતર્ક છે અને પોલીસ, જાસુસી એજન્સીઓ સાથે સમન્વય કરીને કામ કરી રહી છે. મને વિશ્વાસ છે કે અમે આતંકવાદીઓના આ ઇરાદાને નિષ્ફળ બનાવવા સફળ થઇશું.

    આ પણ વાંચો - કોરોનામાંથી સાજા થયા બાદ રસી ન લેનાર લોકોને ફરી સંક્રમણ લાગવાનો ખતરો વધુ, અભ્યાસમાં દાવો

    મંગળવારે રાજૌરીનો પ્રવાસ કર્યા પછી બુધવારે કિશ્તવાડ પહોંચેલા ડીજીપીએ સ્વતંત્રતા દિવસ પહેલા જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યાં આતંકવાદી પોતાની ગતિવિધિઓને અંજામ આપવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. બે દિવસ પહેલા હિઝબુલ મુજાહિદ્દિનમાં ભરતી બે આતંકવાદીઓને જિલ્લાના દાચાન વિસ્તારમાંથી ધરપકડ કરવાના સવાલ પર તેમણે કહ્યું કે આ નિરંતર ચાલનારી પ્રક્રિયા છે. આખા કાશ્મીર અને જમ્મુ ક્ષેત્રમાં આ અભિયાન ચાલી રહ્યું છે.

    તેમણે કહ્યું કે રાજૌરીના પગંઇ વિસ્તારમાં પોલીસ અને સેનાના સંયુક્ત અભિયાનમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ખબર છે કે વિસ્તારમાં વધારે આતંકવાદી છે જેમણે પાકિસ્તાન તરફથી ઘુસણખોરી કરી છે.
    Published by:Ashish Goyal
    First published: