જમ્મુ-કાશ્મીરમાં ડર ફેલાવનારો જૈશનો આતંકી જીનત નાઇકૂ ઠાર

News18 Gujarati
Updated: August 3, 2019, 10:34 AM IST
જમ્મુ-કાશ્મીરમાં ડર ફેલાવનારો જૈશનો આતંકી જીનત નાઇકૂ ઠાર
પ્રતીકાત્મક તસવીર

જીનત નાઇકૂ શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટો આતંકી હતો

  • Share this:
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યા છે. કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ ઓપરેશનમાં સેનાએ આતંકી જીનત ઉલ ઈસ્લામ નાઇકૂને ઠાર માર્યો છે. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે સંદિગ્ધ સ્થાને ઘેરી લીધા બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે ફાયરિંગ થયું. આતંકીનું શબ કબજામાં લઈ લેવામાં આવ્યું છે. ગત રાત્રે શબ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સાથોસાથ આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન ચાલુ છે.

કોણ છે જીનત નાઇકૂ?

જીનત નાઇકૂ શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટો આતંકી હતો. તે જૈશ એફટીએસમાં સ્થાનિક કમાન્ડરની ભૂમિકામાં હતો. તે અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતો, જેમાં પોલીસની હત્યા અને ફાયરિંગ અને પીએસ શોપિયન અને ગૈગ્રેન કેમ્પ પર ફાયરિંગ કરવામાં સામેલ હતો.

આ પણ વાંચો, કાશ્મીર ઘાટીમાં અફવાઓનું બજાર ગરમ, પેટ્રોલ પંપ, ATM પર ભારે ભીડ

તે પીએસ શોપિયાંની 29 ઓગસ્ટ 2018ની એફઆઈઆર સંખ્યા 281/2018માં મુખ્ય આતંકી હતો. જીનત અને તેના સહયોગીઓના આ આતંકી હુમલામાં ચાર પોલીસકર્મીઓ પોતાના જીવ ગુમાવ્યા હતા. આગામી થોડાક કલાકમાં આ ઓપરેશન પૂરું થવાની શક્યતા છે.

આ પણ વાંચો, કાશ્મીર મુદ્દે રાજ્યપાલની સ્પષ્ટતા : આર્ટિકલ 35Aને હટાવવાની કોઈ તૈયારી નથી
First published: August 3, 2019
વધુ વાંચો
अगली ख़बर