જમ્મુ-કાશ્મીરમાં 'હલચલ' પાછળ હોઈ શકે છે આ પાંચ કારણ

News18 Gujarati
Updated: August 3, 2019, 7:19 PM IST
જમ્મુ-કાશ્મીરમાં 'હલચલ' પાછળ હોઈ શકે છે આ પાંચ કારણ
જમ્મુ કાશમીર ફાઇલ તસવીર

અમર અબ્દુલ્લાએ કહ્યું કે, જો અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ છે તો, પછી ગુલમર્ગની હોટલો કેમ ખાલી કરાવવામાં આવી રહી છે? શ્રીનગરના એનઆઈટીને કેમ ખાલી કરાવવામાં આવી રહ્યા છે?

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં સેનાની વધતી હલચલથી બધા જ લોકો આશ્ચર્યમાં છે. રાજનૈતિક દળ સરકારને પ્રશ્ન કરી રહ્યા છે. અફરાતફરીનો માહોલ છે. રાજ્યપાલ અને સેના તરફથી કેટલાક નિવેદનો આવી રહ્યા છે પરંતુ પુખ્તતા રીતે કઈં સામે નથી આવી રહ્યું, ત્યારબાદ એ કહેવામાં આવી રહ્યું છે કે, આ કારણથી ઘાટીમાં સેનાની આટલી મોટી તૈનાતી કરવામાં આવી રહી છે.

નેશનલ કોન્ફેંસના નેતા અમર અબ્દુલ્લાએ કહ્યું કે, જો અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ છે તો, પછી ગુલમર્ગની હોટલો કેમ ખાલી કરાવવામાં આવી રહી છે? શ્રીનગરના એનઆઈટીને કેમ ખાલી કરાવવામાં આવી રહ્યા છે? જમ્મુ-કાશ્મીરમાં અફરાતફરી વચ્ચે કેટલીએ પ્રકારના પ્રશ્ન ઉઠી રહ્યા છે. આખરે સેનાની ભારે વ્યવસ્થા ગોઠવવાને કયા મુદ્દા સાથે જોડવામાં આવે? પ્રશ્ન ગંભીર છે પરંતુ તેની પાછળ આ 5 કારણ હોઈ શકે છે.

ખતમ થઈ શકે છે જમ્મુ કાશ્મીરનું સેપેશ્યલ સ્ટેટસ

સૌથી વધારે એ વાતની સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે. જમ્મુ-કાશ્મીરને સ્પેશ્યલ સ્ટેટ્સ આપતો આર્ટીકલ 35એ અને 370ને કેન્દ્ર સરકાર ખતમ કરી શકે છે. આવું કરતા પહેલા સરકાર ઘાટીમાં ભારે સુરક્ષાદળો ગોઠવી રહી છે. જેથી વિરોધ થવા પર તેને સરળતાથી પહોંચી શકાય. જોકે, આ મામલો કોર્ટમાં લટકેલો પડ્યો છે. પરંતુ, બીજેપીએ 35એ અને 370ના મુદ્દાને 2014ની સાથે 2019ના પોતાના ઘોષણાપત્રમાં બનાવી રાખ્યો હતો. રાજ્યપાલ સત્યપાલ મલિકે 35એની સાથે છેડછાડ કરવાની ના પાડી છે. પરંતુ, આ મુદ્દે વારંવાર ચર્ચામાં બનેલો છે.

રાજ્યની ફરી વહેંચણી
કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરની ફરી વહેંચણી કરી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના એક રિપોર્ટ અનુસાર, જમ્મુને અલગ રાજ્ય બનાવવામાં આવી શકે છે અને કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી શકે છે.

15 ઓગસ્ટે કાશ્મીરમાં તીરોગો લહેરાવી શકે છે પીએમ મોદી
આ હલચલ પાછળ એક સંભાવના એ પણ જોવામાં આવી રહી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે 15 ઓગસ્ટના રોજ કાશ્મીરમાં તીરંગો લહેરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીકથી હટીને હંમેશા ચાલતા આવ્યા છે. તેમણે પોતાના નિર્મયોથી પહેલા પણ લોકોને આશ્ચર્યમાં નાખ્યા છે. તેથી બની શકે છે કે, આ વખતે તે કાશ્મીરમાં ઝંડો ફરકાવી દેશવાસીઓને આશ્ચર્યમાં મુકી શકે છે. જો આવુ બનશે તો, પૂરા દેશમાં રાષ્ટ્રવાદની એક એલગ લહેર ચાલશે. મોદી સરાકરના ખાતામાં એક વધુ મોટી ઉપલબ્ધી નોંધાશે.

વિધાનસભા ચૂંટણીની તૈયારી
એક સંભાવના એ પણ હોઈ શકે છે કે, કદાચ આ જમ્મુ કાશ્મીરમાં અગામી થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી હોય. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પોસ્પોન થતી રહી છે. ગત જુલાઈથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગેલુ છે. થોડા દિવસ પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે, આ વર્ષના અંતમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ શકે છે. એવું પણ બની શકે છે કે, ચૂંટણી મુદ્દે કોઈ પ્રકારની જાહેરાત પહેલા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી રહી હોય.આતંકવાદીઓને જવાબ આપવાની મોટી તૈયારી
આને ઘાટીમાં આતંકવાદીઓને કડક જવાબ આપવાની તૈયારી રૂપે પણ જોવામાં આવી રહ્યું છે. એવા ઈનપુટ મળ્યા છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી અમરનાથ યાત્રા પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ જ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. હવે બની શકે છે કે, આતંકીઓના મનોબળને તોડવા માટે સેનાની મોટી કાર્યવાહીની તૈયારી થઈ રહી હોય.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ઘાટીમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આવા ઈનપુટ મળ્યા બાદ જ ઘાટીમાં સેનાની તૈનાતી વધી રહી છે. એ પણ હોઈ શકે છે કે, સરકાર કાશ્મીરી પંડિતોને ઘાટીમાં વાપસી માટે માહોલ બનાવવાની તૈયારી કરી રહી હોય. બીજેપી માટે પહેલાથી જ આ મોટો મુદ્દો છે. બીજેપી કાશ્મીરી પંડિતોની ઘરવાપસી માટે અવાજ ઉઠાવતી રહી છે.
First published: August 3, 2019, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading