જમ્મુ-કાશ્મીર: પૂંચ-રાજૌરીમાં સર્ચ ઓપરેશન સતત 7માં દિવસે ચાલુ, શહીદોની સંખ્યા 9 થઇ
(Photo by Tauseef MUSTAFA / AFP)
જમ્મુ-કાશ્મીર: રાજૌરી-પૂંચ રેન્જના (Jammu Kashmir ) ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિવેક ગુપ્તાએ કહ્યું હતું કે, પૂંચમાં સુરક્ષા દળો પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા બેથી ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હાજર હતા.
જમ્મુ-કાશ્મીર: રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી (Jammu Kashmir) ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિવેક ગુપ્તાએ કહ્યું હતું કે, પૂંચમાં સુરક્ષા દળો (Indian Army) પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓ (Terrorist) છેલ્લા બેથી ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હાજર હતા.
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના સાત જવાનોની હત્યામાં સામેલ આતંકવાદીઓને શોધવા માટે પૂંચ અને રાજૌરી જિલ્લાના વન વિસ્તારોમાં સર્ચ ઓપરેશન રવિવારે સાતમા દિવસે પણ ચાલુ છે. જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત બે જવાન શહીદ થયા હતા. બે જવાનોના મોત થતા પૂંચના સુરાનકોટ જંગલમાં સોમવારથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધી નવ જવાન શહીદ થયા છે. ત્યારબાદ આ ઓપરેશન પૂંછના મેંધર અને રાજૌરીના થનામંડી સુધી ફેલાઈ ગયું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મેંધરના નાર ખાસ જંગલ વિસ્તારમાં ઘટના સ્થળ નજીક એક જેસીઓ અને એક જવાનના મૃતદેહો મળી આવ્યા હતા જ્યાં ગુરુવારે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન જીવ ગુમાવનારા જવાનોની સંખ્યા હવે વધીને ચાર થઈ ગઈ છે. અગાઉ નાર ખાસ જંગલમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાઇફલમેન વિક્રમ સિંહ નેગી અને યોગબર સિંહ શહીદ થયા હોવાની પુષ્ટિ થઈ હતી. જે બંને ઉત્તરાખંડના હતા.
" isDesktop="true" id="1142633" >
આર્મી પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે, 'આતંકવાદીઓને નાબૂદ કરવા અને સૈનિકો સાથે ફરી વાતચીત શરૂ કરવા સતત ઓપરેશન ચાલુ છે. આ સમયગાળા દરમિયાન સુબેદાર અજય સિંહ અને નાયક હરેન્દ્ર સિંહ શહીદ થયા હતા અને તેમના નશ્વર દેહ મળી આવ્યા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું હતું કે, શહીદ જવાનો જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો ભાગ હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગાઉ 11 ઓક્ટોબરે પૂંચના સુરાનકોટ જંગલમાં આતંકવાદીઓએ સેનાના દળ પર હુમલો કર્યો ત્યારે જુનિયર કમિસન્ડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. તે જ દિવસે રાજૌરીના થાનામંડી જંગલમાં ભાગેડુ આતંકવાદીઓ અને સેનાની સર્ચ ટીમ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અધિકરીઓએ જણાવ્યું કે, મેંધરથી થાણામંડી સુધીના સમગ્ર જંગલ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘેરાબંધીથી બચવા આતંકવાદીઓ એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે.
રાજૌરી-પૂંચ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ વિવેક ગુપ્તાએ મંગળવારે કહ્યું હતું કે, પૂંચમાં સુરક્ષા દળો પર થયેલા હુમલામાં સામેલ આતંકવાદીઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી આ વિસ્તારમાં હાજર હતા. આ વર્ષે જૂનથી જમ્મુ વિસ્તારના રાજૌરી અને પૂંચ વિસ્તારોમાં ઘુસણખોરીના પ્રયાસોમાં વધારો થયો છે. અલગ અલગ એન્કાઉન્ટરમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા છે.
દરમિયાન સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાઇફલમેન નેગી અને સિંહના નશ્વર દેહને શનિવારે સવારે એરલિફ્ટ કરીને ઉત્તરાખંડ લઈ જવામાં આવ્યો હતો. જવાનોના પાર્થિવ દેહને એરપોર્ટથી તેમના વતન સુધી સડક માર્ગે લઈ જવામાં આવશે અને અંતિમ સંસ્કાર સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવશે.