'સર્જિકલ સ્ટ્રાઇક ડે' મનાવશે J&Kની સ્કૂલો, વિપક્ષ નેતાનો બીજેપી પર હુમલો

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના શિક્ષણ વિભાગને એ સુનિશ્વિત કરવા માટે કહ્યું છે કે, દરેક સ્કૂલોમાં સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠની ઉજવણી થાય.

  • Share this:
    કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના શિક્ષણ વિભાગને એ સુનિશ્વિત કરવા માટે કહ્યું છે કે, દરેક સ્કૂલોમાં સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠની ઉજવણી થાય. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા પરિપત્રની એક તસવીર ટ્વીટ કરી છે. આ પરિપત્રમાં રાજ્યના દરેક સ્કૂલોમાં આ કાર્યક્રમનું આયોજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, પુરાવા તરીકે કાર્યક્રમની તસવીરો અને વીડિયો સાથે રિપોર્ટ પણ મોકલો.

    સ્કૂલોને 28થી લઇને 30 સપ્ટેમ્બર સુધી સેનાની બહાદુરીની ઉજવણીનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિપત્રમમાં આ કાર્યક્રમ દરમિયાન કઇ પ્રવૃત્તિ કરવી એની પણ યાદી મોકલી છે. પરિપત્ર પ્રમાણે સ્કૂલ વિદ્યાર્થીઓ સેના પ્રત્યે સમર્થન વ્યક્ત કરતા પત્રો લખે અને કાર્ડ્સ બનાવે.

    પરિપત્રમાં કહ્યું છે કે, "દરેક સ્કૂલોમાં નેશનલ કેડેટ કોર યુનિટની સ્પેશિયલ પરેડનું આયોજન કરવામાં આવે અને બહાદુર અને અનુભવી સૈનિકોને મોટિવેશનલ લેક્ચર કરાવવામાં આવે. શિક્ષણ વિભાગે આ ઉપર નજર રાખવા માટે અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. જે તસવીરો અને વીડિયોની સાથે વિભાગને એક પાનાનો રિપોર્ટ આપશે. "



    ઉલ્લેખનીય છે કે, જમ્મી કાશ્મીર શિક્ષા વિભાગને પહેલા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન અને દેશભરના એજ્યુકેશન ઇસ્ટ્રીટ્યુટ્સને સર્જિકલ સ્ટ્રાઇક ડે ઉજવવા માટે કહી ચુકી છે. યુજીસીએ કહ્યુ કે, તેમનો પરિપત્ર માત્ર સલાહ આપવા માટે છે નહીં કે, આદેશ આપવા.

    પશ્વિમ બંગળાના રીક્ષા મંત્રીએ વ્યક્ત કર્યો વિરોધ

    અનેક વિપક્ષછી પાર્ટીઓના શિક્ષા સંસ્થાઓમાં સર્જિકલ સ્ટ્રાઇક ડે ઉજવવા માટેના આદેશ ઉપર વાંધો ઉઠાવ્યો છે. પશ્વિમ બંગાળના શિક્ષામંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, રાજ્યમાં કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં આ અંગે કોઇ ઉજવણી નહીં કરવામાં આવે. તેમણે કહ્યું કે, "ભારતીય સેનાને હંમેશા રાજકિય અને વિવાદોથી અલગ રાખવામાં આવી છે. પરંતુ હવે દેખાઇ રહ્યું છે કે, બીજેપી સેનાનો ખોટો ઉપયોગ કરી રહી છે. આ યોગ્ય નથી અમે તેને સમર્થન નથી કરતા."
    Published by:ankit patel
    First published: