Jammu Kashmir Ramban Tunnel Accident : તમામ 10 મૃતદેહો મળી આવ્યા છે અને પીડિતોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આમાંથી પાંચ મૃતદેહો પશ્ચિમ બંગાળના મજૂરોના છે
શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ના રામબનમાં ગુરુવારે એક નિર્માણાધીન સુરંગ તૂટી (Ramban Tunnel Collapse)પડતાં કાટમાળ નીચે દટાયેલા 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (Jammu-Srinagar National Highway) પર આ ટનલનો એક ભાગ તૂટી ગયો હતો અને 10 મજૂરો (10 worker killed) તેમાં ફસાઈ ગયા હતા. પોલીસ, આર્મી અને રાજ્ય અને રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળની ટીમોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ જિલ્લા અધિકારી મુસરત ઈસ્લામને ટાંકીને કહ્યું કે, તમામ 10 મૃતદેહો મળી આવ્યા છે અને પીડિતોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આમાંથી પાંચ મૃતદેહો પશ્ચિમ બંગાળના મજૂરોના છે. રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
सभी 10 शव बरामद हो गए हैं। दसवां शव जो मिला है वो स्थानीय लड़के का है। कानूनी औपचारिकताएं पूरी करके शव को उनके परिवार को सौंप दिया जाएगा: रामबन उपायुक्त एवं DDC मस्सारतुल इस्लाम pic.twitter.com/zjMMEb166G
રામબન જિલ્લાના પોલીસ અધિક્ષક મોહિતા શર્માએ જણાવ્યું હતું કે, “બીજી એક લાશ મળી આવી છે. પથ્થરો દૂર કરવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે આ બચાવ કામગીરીના અંતને આરે છીએ. જેમને બચાવી શકાય છે તેમને અમે બચાવીશું."
सभी 10 शव बरामद हो गए हैं। दसवां शव जो मिला है वो स्थानीय लड़के का है। कानूनी औपचारिकताएं पूरी करके शव को उनके परिवार को सौंप दिया जाएगा: रामबन उपायुक्त एवं DDC मस्सारतुल इस्लाम pic.twitter.com/zjMMEb166G
આ પહેલા શુક્રવારે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલો પહેલો મૃતદેહ પશ્ચિમ બંગાળના એક મજૂરનો હતો. ગુરુવારે રાત્રે લગભગ 10.15 વાગ્યે, રામબનમાં ખૂની નાલા પાસે હાઇવે પર T3ની ઓડિટ ટનલ તૂટી પડી હતી. જેના કારણે ત્યાં કામ કરતા સરલા કંપનીના 11-12 કામદારો ફસાઈ ગયા હતા. રામબન અને રામસુ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બચાવ કાર્ય મધ્યરાત્રિએ શરૂ થઈ હતી.
પરંતુ શુક્રવારે ટનલ પાસે ભૂસ્ખલન થતાં બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. ITBP એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે લગભગ 4.40 વાગ્યે, ભૂસ્ખલનની ઘટના અને વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીને અસર થઈ હતી. આ ઘટનાના 15 કલાક બાદ રાહત અને બચાવ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર