Jammu & Kashir : Locની અગ્રીમ પોસ્ટ પર પહોંચ્યા રાજનાથ, આર્મીના જવાનો સાથે 'ભારત માતા કી જય'ના લગાવ્યા નારા

Jammu & Kashir : Locની અગ્રીમ પોસ્ટ પર પહોંચ્યા રાજનાથ, આર્મીના જવાનો સાથે 'ભારત માતા કી જય'ના લગાવ્યા નારા
રાજનાથ સિંહ

ચીન વિવાદની વચ્ચે સીમાક્ષેત્રોની મુલાકાત લઇ રહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે જમ્મુ કાશ્મીરના લદાખમાં પહોંચ્યા હતા.

  • Share this:
    ચીન વિવાદની વચ્ચે સીમાક્ષેત્રોની મુલાકાત લઇ રહેલા કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે જમ્મુ કાશ્મીરના લદાખમાં પહોંચ્યા હતા. રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલની પાસે અગ્રિમ ચોકી પર પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થા તપાસી. રક્ષા મંત્રી જ્યારે ત્યાં પહોંચ્યા તો સેનાના જેવાનો ભારત માતાની જયના નારા લગાવ્યા. રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં એલઓસીની પાસે એક અગ્રિમ પોસ્ટ પર પહોંચ્યા.

    આ વીડિયોમાં કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે એક ફોરવર્ડ પોસ્માં તે ભાતરીય સેનાના જવાનોની સાથે ભારત માતાની જયના નારા લગાવ્યા. આ દરમિયાન ભારતીય સેનાના જવાનોએ જો બોલે સો નિહાલના નારા પણ લગાવ્યા. રક્ષામંત્રીએ કુપવાડા જિલ્લામાં આજે નિયંત્રણ રેખાની પાસે એક ફોરવર્ડ પોસ્ટ પર સૈનિકો સાથે વાતચીત કરી. અને જણાવ્યું કે અમને તમારી બહાદૂરી પર ગર્વ છે. અને સૈનિકો દરેક પરિસ્થિતિમાં આપણી રક્ષા કરી રહ્યા છે.





    રાજનાથ સિંહે કુપવાડમાં નિયંત્રણ રેખાની પાસે એક અગ્રિમ પોસ્ટની મુલાકાત દરમિયાન હથિયારો અને ગોળા-બારુદનું પણ નિરીક્ષણ કર્યું.  રક્ષામંત્રીએ હાલ લદાખ અને જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે વાસ્તવિક નિયંત્રણ રેખાની વચ્ચે ભારતની જવાબી રણનીતિક તૈયારીનો ચીનને સંદેશો આપવા માટે લેહ લદાખના લુકૂંગ સેન્ય ચોકીની મુલાકાત લીધી હતી. રક્ષા મંત્રીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમએમ નરવાને સાથે લેહ લદ્દાખ પહોંચીને અગ્રિમ મોર્ચા પર સૈનિકોનું મનોબળ વધાર્યું હતું.અને ચીનને પણ કડક શબ્દોમાં સંદેશ આપતા આ મુદ્દાનો વાતચીતથી ઉકેલ લાવવાની વાત કરી હતી.
    Published by:Chaitali Shukla
    First published:July 18, 2020, 16:36 pm