Jammu Kashmir: શ્રીનગરના બટમાલૂમાં આતંકીઓએ કર્યું ફાયરિંગ, પોલીસ કોન્સ્ટેબલની કરી હત્યા

શ્રીનગરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત.

Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી પોલીસને નિશાન બનાવી છે. રવિવારે મોડી સાંજે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

  • Share this:
    શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં આતંકવાદીઓએ ફરી પોલીસને (Police) નિશાન બનાવી છે. રવિવારે મોડી સાંજે શ્રીનગરના બટમાલૂ (batamaloo srinagar) વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ (terrorists) ભાગી ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓએ કાશ્મીરના બટમાલૂ વિસ્તારની એસડી કોલોનીમાં પોલીસ કોન્સ્ટેબલ (Police constable) 29 વર્ષીય તૌસીફની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસ કોન્સ્ટેબલને માથામાં ગોળી વાગી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આતંકવાદીઓની શોધમાં સ્થાનિક પોલીસ અને સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search operation) ચલાવવામાં આવી રહ્યું છે.

    તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની કાર્યવાહીથી ગભરાયેલા આતંકવાદીઓ નાગરિકો, પોલીસ અને સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે. બે દિવસ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરમાં SKIMS મેડિકલ કોલેજની બહાર સુરક્ષા દળોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ ભાગી ગયા હતા. રાહતની વાત એ છે કે, આતંકવાદીઓના ગોળીબારમાં સુરક્ષા દળના કોઈ જવાનને નુકસાન થયું નથી.

    જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગોળીબાર બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, મેડિકલ કોલેજમાં સામાન્ય લોકોની ભીડનો લાભ લઈને આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. શ્રીનગર પોલીસે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'બેમિના વિસ્તારમાં સ્થિત SKIMS હોસ્પિટલ નજીક આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એક ટૂંકી અથડામણ થઈ. નાગરિકોની હાજરીનો લાભ લઈને આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા.

    આ પણ વાંચો: PM MODI ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક, ભાજપ ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે

    આ અંગે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાતચીત કરવામાં આવી છે. આ માટે ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (FRT) લાવવામાં આવશે. આનાથી સીસીટીવીમાં કેદ થયેલા શકમંદોને ઓળખવામાં સરળતા રહેશે. આ ટેકનિક હેઠળ પોલીસ પાસે એક ડેટાબેઝ પણ હશે જેમાંથી તેમની ઓળખ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે તેની શરૂઆત શ્રીનગરથી કરવામાં આવશે. આ પછી આ ટેકનિકનો ઉપયોગ પુલવામા, શોપિયાં, કુલગામ વગેરેમાં કરી શકાય છે.

    આ પણ વાંચો: વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કેપ્ટન કોણ? જાણો વિરાટ કોહલીનો કેટલો છે પગાર

    કાશ્મીરમાં ગયા મહિને આતંકવાદીઓએ એક સપ્તાહમાં 5 સામાન્ય લોકોની હત્યા કરી છે. તેમાં શ્રીનગરમાં કાશ્મીરી પંડિત ડ્રગ ડીલર, એક કાશ્મીરી પંડિત શિક્ષક, શીખ સમુદાયની મહિલા પ્રિન્સિપાલ, બિહારના એક સ્ટ્રીટ વેન્ડર અને બાંદીપોરાના રહેવાસીનો સમાવેશ થાય છે.
    Published by:kuldipsinh barot
    First published: