એન્કાઉન્ટરમાં ઠાર મરાયો પાકિસ્તાની ખતરનાક આતંકવાદી અબુ સૈફુલ્લાહ, જૈશના ઈશારે કરતો હતો કામ

News18 Gujarati
Updated: January 24, 2020, 10:51 AM IST
એન્કાઉન્ટરમાં ઠાર મરાયો પાકિસ્તાની ખતરનાક આતંકવાદી અબુ સૈફુલ્લાહ, જૈશના ઈશારે કરતો હતો કામ
પ્રતીકાત્મક તસવીર

અબુ સૈફુલ્લાહ છેલ્લા દોઢ વર્ષથી અવંતીપોરા વિસ્તારમાં સક્રિય હતો, એન્કાઉન્ટરમાં પોલીસની ગોળીએ વિંધાયો

  • Share this:
પુલવામા : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) પોલીસને ઘાટીમાં મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાકર્મીઓએ એન્કાઉન્ટરમાં પાકિસ્તાનના આતંકવાદી અબુ સૈફુલ્લાહ (Abu Saifullaha)ને ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં 21 જાન્યુઆરીએ થયું હતું. હવે પોલીસે તેને આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સૈફુલ્લાહ તરીકે કરી છે. સુરક્ષાકર્મીઓ મુજબ સૈફુલ્લાહની તેમને લાંબા સમયથી તલાશ હતી.

કોણ હતો સૈફુલ્લાહ?

સૈફુલ્લાહ પાકિસ્તાનનો રહેવાસી હતો. તે છેલ્લા દોઢ વર્ષથી અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં સક્રિય હતો. છેલ્લા કેટલાક સમયથી પોલીસને અનેક કેસોમાં તેની તલાશ હતી. સુરક્ષા એજન્સીઓ મુજબ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી કાદિર યાસિકનો તે ખૂબ નજીક હતો. એન્કાઉન્ટર દરમિયાન સૈફુલ્લાહની સાથે વધુ એક આતંકવાદી હતો, પરંતુ તે રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગવામાં સફળ રહ્યો.

આવી રીતે થયું એન્કાઉન્ટર

મંગળવારે આતંકવાદીઓની સાથે થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) શહીદ થઈ ગયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્ષેત્રમાં આતંકવાદીઓની હાજરી વિશે સૂચના મળ્યા બાદ ખરિયૂમાં એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં વિશેષ પોલીસ અધિકારી શાહબાજ અહમદ ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા અને સેનાનો એક જવાન ઘાયલ થયો. બાદમાં જવાન પણ શહીદ થયો હતો.આ પણ વાંચો, 300 યુવતીઓને ના પાડનારા આ 'પાકિસ્તાની હલ્ક'ને લગ્ન માટે કન્યાની તલાશ!
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर